AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના ગામડાઓમાં શ્રી હનુમાન જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.તેમજ હનુમાન મંદિરોમાં બજરંગ બલીના જય ઘોષ સાથે ભજન કીર્તન નું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતુ. હનુમાન મંદિરોમાં ભાવિક ભક્તોને લાંબી કતારો જોવા મળી હતી.ચૈત્ર સુદ પૂનમ મંગળવારે હનુમાન જયંતીના પાવન પર્વની ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લાના હનુમાનજીનાં મંદિરોમાં અન્નકૂટ, મારુતિ યજ્ઞ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.હનુમાન જયંતીના પર્વ નિમિત્તે  અનેક મંદિરોમાં ધજારોહણ, મહાઆરતી અને હનુમાન ચાલીસાના ધાર્મિક કાર્યક્રમો અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.ભક્તો દ્ધારા હનુમાનજીને તેલનો અભિષેક કરવા સાથે આકડાના ફૂલ ચઢાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હનુમાન મંદિરોમાં દર્શન કરવા માટે સવારથી ભારે ભીડ જોવા મળી હતી.ડાંગ જિલ્લાના ધોધલી અટાળાધામ તેમજ હનુમાનજી નુ જન્મ સ્થળ અંજનકુંડ સહિત આહવા નજીક આવેલ બોરખેતનાં સાગી હનુમાન ,બારીપાડા ,ભાપખલ, ગોટીયામાળ, વઘઇનાં મકરધવ્જ હનુમાન, કિલાદના અંબિકા નદીમાં બિરાજમાન તડકીયા હનુમાન જેવા જુદા જુદા હનુમાનજી ના સ્થાનકો પર ક્યાંક હવન અને ક્યાંક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ ઠેર ઠેર મહા આરતી સાથે મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે જિલ્લા ભરમાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!