DAHODGUJARAT

દાહોદ ખાતે શ્રી હનુમંત ચરિત્ર કથા માટે પધારેલ શ્રી હરિપ્રકાશદાસ મહારાજ નું રામાનંદ પાકૅ ખાતે ભવ્ય સ્વાગત સન્માન..હરિભકતો એ આશિર્વાદ લીધા 

તા.૦૧.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે શ્રી હનુમંત ચરિત્ર કથા માટે પધારેલ શ્રી હરિપ્રકાશદાસ મહારાજ નું રામાનંદ પાકૅ ખાતે ભવ્ય સ્વાગત સન્માન..હરિભકતો એ આશિર્વાદ લીધા

દાહોદ હરિ વાટીકા માં તા.૨૮ મી જાન્યુઆરી ૨૦૨૬ થી શ્રી હનુમંત ચરિત્ર કથા નું રસપાન કરાવી રહેલ સારંગપુર ના મંહત શ્રી હરિપ્રકાશદાસજી અથાણાં વાળા ને શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી એ રામાનંદ પાકૅ ખાતે પધારવા નું નિમંત્રણ આપવામાં આવ્યું તે સ્વિકારી શ્રી હરિપ્રકાશદાસ જી મહારાજ શ્રી રામાનંદ પાકૅ ખાતે પધાયૉ હતા તેઓ ની સાથે સંતો પણ પધાર્યા હતા આ માગંલિક અવસરે રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રી એ પધારેલ સંતો મહંતો નું શાલ ખેસ પહેરાવી ભગવામય સ્વાગત સન્માન કર્યુ હતુ આ સાથે સાથે રામાનંદ પાકૅ પરિવાર ના સભ્યો દ્વારા મંહત શ્રી નું સ્વાગત સન્માન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!