
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શ્રી જે.એમ.તન્ના વિદ્યાલય રામનગર તા. ભિલોડા માં આજે નવનિયુક્ત આચાર્યશ્રી નો સન્માન કાર્યક્રમ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો
*શ્રી જે.એમ.તન્ના વિદ્યાલય રામનગર તા. ભિલોડા માં આજે નવનિયુક્ત આચાર્યશ્રી નો સન્માન કાર્યક્રમ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ આજરોજ ભિલોડા તાલુકાના આચાર્ય સંઘના પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, શાળાના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાની બાલીકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુષ્પગુચ્છ તેમજ સાલથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ તેમજ નવનિયુક્ત આચાર્યશ્રીને શુભકામનાઓ પાઠવી હતી, ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ, તેમજ ધોરણ 9 અને 11 માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ, તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, વાંકાનેર ક્યુ ડીસી કન્વીનર શ્રી અનિલભાઈ ભટ્ટ તેમજ પરીક્ષા મંત્રી પિનાકીનભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, ટ્રસ્ટી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા નવનિયુક્ત આચાર્યશ્રી જયેશભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી, શાળાના નવનિયુક્ત આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ખેવાના વ્યક્ત કરી હતી તેમજ ટ્રસ્ટી મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શાળા વિકાસ માટે 51 હજાર તેમજ લેપટોપનું દાન પણ જાહેર કર્યું હતું સમારંભ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ નાગરિકત્વ પ્રદાન કરવા માટેની ખેવના વ્યક્ત કરી હતી તેમજ સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી બનવાની ભાવના વ્યક્ત કરી હતી, કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભિલોડા તાલુકાની શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સમૂહ ભોજન લેવામાં આવ્યું હતું.*




