BANASKANTHAGUJARATKANKREJ

થરામા ભક્તિ નગર વિસ્તાર ખાતે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

થરામા ભક્તિ નગર વિસ્તાર ખાતે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

થરામા ભક્તિ નગર વિસ્તાર ખાતે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકા મુખ્ય તાલુકાના મથક થરા ખાતે ભક્તિ નગર વિસ્તારમા પરમાર મંગળભાઈ મઘાભાઈ દ્વારા ગુરૂવારના રોજ રાત્રે પાલિકા પૂર્વપ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરીયા રાયમલભાઈ પટેલ,ભુપેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમા હરિભાઈ સોની, યોગેશ ઠક્કર,અંજુબેન ઠક્કર, રમીલાબેન ઠક્કર વડાવાળા, તરૂણાબેન ઠક્કર,શિલ્પાબેન ઠક્કર,રક્ષાબેન ઠક્કરના મુખારવિંદે બેન્જો માસ્ટર દશરથભાઈ રાઠોડ,તબલા વાદક વસંતભાઈ મીરના તબલાના તાલે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ યોજાયા હતા. ત્યારે નવ નિયુક્ત શરદભાઈ સાંપરીયા સહીત મંગળભાઈ દ્વારા ફુલહાર પહેરાવી શ્રી રાધેકૃષ્ણની છબી આપી શાલ ઓઢાડી દટેકનું સન્માન કર્યું હતું શ્રી જલારામ મંડળ પરિવાર મંગળભાઈ ને શ્રી જલારામ બાપાની છબી આપી સન્માન કર્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ શ્રી જલારામ મંડળને રોકડ અનુદાન કરી મઘાબા પરિવાર દ્વારા આરતી ઉતારેલ ત્યારે રામ-લક્ષમણની જોડી સમાન નિરંજનભાઈ-હર્ષદભાઈ ઠક્કર, તાણા ગામના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર સહીત તાણાં-થરા નગરજનો પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!