GUJARATPANCHMAHALSHEHERA
શહેરા પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમોનું પાલન ન કરતા અમુક વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા.

શહેરા..
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત બસ સ્ટેશન પાસે આવેલી પોલીસ ચોકી પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઇવે ઉપર ટ્રાફિક ના નિયમોનું પાલન ન કરતા અમુક વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે ટ્રાફિક શાખાના સિધ્ધરાજસિંહ સોલંકી એ વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ કાયદાની જાણકારી આપીને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજાવ્યા હતા, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંથકમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવશે સાથે ટ્રાફિક ના નિયમોનું પાલન વાહન ચાલકો કરે તે માટે ની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.





