શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા ભીમજીભાઈ પ્રજાપતિ.
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા ભીમજીભાઈ પ્રજાપતિ.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા ભીમજીભાઈ પ્રજાપતિ.
શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (સર્વગોળ) સુરતના પૂર્વપ્રમુખ એવમ પ્રજાપતિ સમાજના ભામાશા તરીકે બીરૂદ પામનાર દીઓદર તાલુકાના રવેલ ગામના વતની અને ધંધાર્થે સુરત ખાતે વર્ષોથી સ્થાઈ થયેલ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ જેઓની જન્મભુમિ રવેલ અને સુરત ખાતે કર્મભુમિ રહેતા શ્રી કાંકરેજી-હિંદવાણીનું હીર એવા ભીમજીભાઈનું નામ દાનમાં પ્રથમ આવે કારણ જ્યાં જ્યાં સમાજને નાણાકીય જરૂર પડી છે ત્યાં ત્યાં અવશ્ય તેમનું નાના મોટું દાન હોય જ સમગ્ર ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી દરેક સંસ્થાઓમાં તેમનો સિંહફાળો રહેલ છે.તાજેતરમાં અમદાવાદ અને પાટણમાં એકજ દિવસે બન્ને સંસ્થાઓમાં અગિયાર અગિયાર લાખનું માતબર દાન જાહેર કરી દાખલો બેસાડેલ આ ઉપરાંત ભુતકાળ માં સમાજની અનેક શૈક્ષણિક સંસ્થાઓ,સમુહલગ્ન સમિતિઓ,ધાર્મિક સંસ્થાઓ જેવી કે ક્ષેત્રપાળ મંદિર રવેલ, સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર, શ્રી નકલંક ગુરૂધામ હળવદ,દલિત સમાજના સમુહલગ્ન વગેરેમાં અને ક્યાંક ક્યાંક તેમની ધર્મપત્ની સ્વ.પ્રેમિલાબેનની યાદમાં સંકુલ બનાવવાનું કાર્ય સાથે સાથે અચુક દાન આપી ભામાશા તરીકેનું નામ મેળવ્યું છે. ત્યારે સમાજ ના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હજી એમના ખલક ખજાનામાંથી પોતાના વતનમાં એક શૈક્ષિણક સંસ્થા કાર્યરત કરી સમાજને અર્પણ કરવાની તમન્ના છે આ સેવા કાર્યમાં તેમના શ્રવણ જેવા સપુત્રો સર્વે દિલીપભાઈ,રોહિતભાઈ અને જીતેન્દ્રભાઈ ખભેખભા મિલાવી સાથ આપી રહ્યા છે આવા સમાજ વીર મહા પુરુષને શત્ શત્ વંદન….
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 22530




