શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં શિક્ષણ વિકાસમાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રેરણારૂપ દાન અર્પણ કર્યું..
શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં શિક્ષણ વિકાસમાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રેરણારૂપ દાન અર્પણ કર્યું..

શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં શિક્ષણ વિકાસમાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રેરણારૂપ દાન અર્પણ કર્યું..
ઓગડ તાલુકાના અધગામના સ્વ.પ્રજાપતિ હંસાબેન હેમરાજભાઈ નું ૭૦ વર્ષની ઉંમરે ગત તા.૦૬/૦૨/૨૦૨૬ ના રોજ અવસાન થતા પરિવારમાં લગ્ન હોવાથી બેસણું લેટ એટલેકે ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાખવામાં આવેલ બેસણાંમાં માતુશ્રી સ્વ.હંસાબેનના સ્મણાર્થે શ્રદ્ધાંજલિ નિમિત્તે સુપુત્રો સુખદેવભાઈ/ભરતભાઈ દ્વારા શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં શિક્ષણ વિકાસમાં ૫,૧૦૦/- રૂપિયાનું પ્રેરણારૂપ દાન અર્પણ કરવામાં આવ્યું હતું યુવક મંડળના સભ્ય મુકેશભાઈ ગોરધનભાઈ એ જણાવ્યું હતું કે તાજેતરમાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજ દ્વારા સમાજમાં સામાજિક પ્રસંગોએ થતા ખોટા ખર્ચાઓ બાદ કરી સાદગીથી પ્રસંગો કરી બચતા ખર્ચનું શિક્ષણમાં વાપરવું જુનવાણી રૂઢિચુસ્ત કુરિવાજો કાઢી સમય ને અનુરૂપ પ્રસંગો કરવા આવા અનેકવિધ સમાજ ના નવા બંધારણ થી પ્રભાવિત થઈ આજે અમારા અધગામ મુકામે અમારા દાદીમા સ્વ. હંસાબેનના બેસણામા સમાજ ના નવા બંધારણનું ચુસ્તપણે પાલન કરી બપોરો કરેલ અને તેમના સપુત્રો સુખદેવભાઈ અને ભરતભાઈએ તેમના માતુશ્રીને શ્રધાંજલિ અર્પણ કરવા માટે સમાજમાં શિક્ષણ વિકાસમાં રૂ.૫,૧૦૦/- અન્યને પ્રેરણારૂપ દાન આપી પહેલ કરેલ ત્યારે પ્રમુખ અણદાભાઈ,શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ મણિલાલ,શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ભાવાભાઈ,અધગામ શાળાના શિક્ષક વક્તાભાઈ પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યામાં સમાજની હાજરીમાં અર્પણ કરી ૩૫ ગામોમાંથી પ્રથમ પહેલ કરવા બદલ દરેકે અભિનંદન પાઠવી સ્વર્ગસ્થ આત્માને શ્રધાંજલિ અર્પણ કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




