BANASKANTHAGUJARAT

થરા માર્કેટયાર્ડમા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ યુવક મંડળના કારોબારી ની મિટિંગ મળી..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે માર્કેટયાર્ડ ના મેડા ઉપર શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ યુવક મંડળના કારોબારીની મિટિંગ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,

થરા માર્કેટયાર્ડમા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ યુવક મંડળના કારોબારી ની મિટિંગ મળી..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે માર્કેટયાર્ડ ના મેડા ઉપર શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ યુવક મંડળના કારોબારીની મિટિંગ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,સહ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમા ૧૯ મા વિધાર્થી સન્માન સમારોહ ૨૦૨૫ આગામી કારતકસુદ ત્રીજ ને શુક્રવાર તા.૨૪/૧૦/૨૦૨૫ ના રોજ યોજાનાર ૨૯૯ વિધાર્થીઓનો સન્માન સમારોહ અંતર્ગત પત્રિકા વિતરણ તેમજ વિવિધ સમિતિ ઓ બનાવવા માટે આજ રોજ તા.૧૨/૧૦/૨૦૨૫ ને રવિવાર ના રોજ બપોરે મિટિંગ મળી હતી.શિક્ષક ભરતભાઈ પ્રજાપતિ રાજપુરવાળાએ શાબ્દિક શબ્દો દ્વારા ભોજન દાતા સ્વ.મણીબેન છગનભાઈ બીજલભાઈ પ્રજાપતિ પરિવાર,મંડપના દાતા ગં.સ્વ.ચંપાબેન કેશાભાઈ બીજલભાઈ,પત્રિકાના દાતા સ્વ. ચેહરબેન મંછાભાઈ બીજલભાઈ પ્રજાપતિ સહીત દરેક દાતાઓ તથા યુવક મંડળની કારોબારી તથા દાતાઓને આવકાર્યા હતા.માર્કેટયાર્ડ ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલને ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે મારાં લાયક કોઈ પણ કામકાજ હોય તો પ્રજાપતિ સમાજ માટે તત્પર રહેવા ખાત્રી આપી હતી. સન્માન સમારોહને સફળ બનાવવા પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિના માર્ગદર્શન મુજબ યુવક મંડળ છેલ્લા એક માસથી મહેનત કરતા સંયોજક મિત્રોના મહેનતને બિરદાવી હતી અને પ્રસંગ ભવ્યાતિભવ્ય ઉજવાય તે માટે સહકાર આપવા યુવક મંડળના દરેક સભ્યોને અનુરોધ કર્યો હતો.આગામી કાર્યક્રમમા ખભેખભો મિલાવી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.ત્યારે થરા નગર પાલિકા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત કાંકરેજ ના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,દિનેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યા યુવક મંડળ હાજર રહેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!