
ફૈઝ ખત્રી… શિનોર
શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી કોલેજના સ્ટુડન્ટો દ્વારા સાધલી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ અને ઇન્ટરનેશનલ નર્સડે ની આદિવાસી ના પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ કૃષ્ણા હોસ્પિટલમાં બ્રેસ્ટ ફીલિંગ વીક (માતાનું ધાવણ અઠવાડિયા ) ની ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજણ કોલેજના વિધાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. માતાનું દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે તેની પહેલાં છ મહિના બાળકને ફક્ત માતાનું જ ધાવણ આપવું જોઈએ અને માતાનું ધાવણ જરૂરતમંદ બાળકને દાન કરવું જોઈએ .
આ કાર્યક્રમમાં શ્રી નારાયણ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ડોક્ટર સંજય દીક્ષિત, આચાર્યશ્રી ડોક્ટર વર્ષા શર્મા, ક્રિષ્ના હોસ્પિટલ ડિરેક્ટર ડોક્ટર દીક્ષિત,અને નર્સિંગ ટ્યુટર શેરસીંગ સર ઉર્વશી મેડમ અને વર્ષા મેડમ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બિરસા મુંડા સર્કલ પાસે આદિવાસી ટીમલી ના નૃત્ય સાથે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી હતી..




