શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ-૨૦૨૫’ થી સન્માનિત કરાયા
૭ જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
“વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” નિમિત્તે ગુજરાત સરકારના આરોગ્ય(કેબિનેટ)મંત્રીશ્રી ઋષીકેશભાઈ પટેલ તથા મહંત સ્વામીશ્રી ભગવતપ્રિયદાસજી મહારાજ,લક્ષ્મણજી ઠાકોર-ધારાસભ્ય કલોલ, એહમદ પઠાણ-પ્રમુખ ગ્રીન પ્લેનેટ, જીતુભાઈ તિરૂપતિ-ગ્રીન એમ્બેસેડર અને પ્રૉ.રાજેશ પટેલની ઉપસ્થિતીમાં મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક,વડનગર-કલોલ ખાતે પર્યાવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતરને વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘શ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ-૨૦૨૫’ થી સન્માનિત કરાયા.સમગ્ર રાજ્યમાંથી ૧૫૦ પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યકરતાં શિક્ષકોએ આ ઍવોર્ડ માટે ભાગીદારી નોંધાવી હતી.ગ્રીન પ્લેનેટની સિલેક્શન કમિટી દ્વારા વિવિધ માનાંક સાથે સિલેક્શન કરી આ ઍવોર્ડ માટે ની યાદી તૈયાર કરવામાં આવી હતી.જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતરને શિલ્ડ અને સન્માનપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતાં.