કાંકરેજ તાલુકાના થરા દરબારગઢમાં શ્રી નકળંગધણી નું ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો…
કાંકરેજ તાલુકાના થરા દરબારગઢમાં શ્રી નકળંગધણી નું ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો...
થરા દરબારગઢમાં શ્રી નકળંગધણી નું ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો…
દેશમાં આસ્થા અને આસ્થાની પરંપરાનો લાંબો ઈતિહાસ છે, વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી- દેવતાઓના ચમત્કારોની વાર્તાઓ વર્ણવવામાં આવી છે. પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે. ત્યારે થરા દરબારગઢમાં રાજવી પરિવારને નગલંક ભગવાન અને ઓગડજી મહારાજના અનેક પરચા જોવા મળ્યા છે.અતૂટ શ્રદ્ધા ધરાવતા દરબારગઢમાં થરા સ્ટેટમાજી રાજવી ચંદ્રસિંહજી વજેસિંહજી વાઘેલા પરિવારના સ્વ.મૂળરાજસિંહ વાઘેલા,કુંવર વિક્રમસિંહજી વાઘેલા, કુંવર પૃથ્વીરાજસિંહજી વાઘેલા,કુંવર સિદ્ધરાજસિંહ વાઘેલા દ્વારા શ્રી નકલંકધણીનું ૩૩ જ્યોત પાટ પૂજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ સંવત ૨૦૮૧ ના ચૈત્રસુદ- ૨ ને સોમવાર તા. ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૯.૧૫ થી સવારના ૫.૧૫ કલાક સુધી જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી બાપુ ગુરૂશ્રી વસંતનાથજી બાપુ,થળી જાગીર મઠના પરમ પૂજ્ય મહંતશ્રી ૧૦૦૮ સ્વામી શંકરપુરી બાપુ ગુરૂશ્રી જગદીશપૂરીજી બાપુ,સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર તીર્થના પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરી બાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીબાપુની થરા ની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું.પાટના અધિપતિ મહંતશ્રી પ્રવીણપુરીજી બાપુ ગૌસ્વામી ડીસા,પાટના કોટવાલ અણદાભાઈ એસ. પ્રજાપતિએ રાત્રી જાગરણ અને શ્રી રામદેવ ભજન મંડળ હીરપુરા ની ભજન મંડળીએ ભજન સત્સંગ કરાવ્યું હતું.આ અવસરે સાંજે ૫ કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમા શ્રી રામદેવજી મહારાજનું ભૂદેવોના મુખરવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરો વચ્ચે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.સાંજે ભોજન પ્રસાદ લઈ શ્રી નકળંગધણી મહારાજનું ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવી હતી.થરા નગર પાલિકા કોર્પોરેટરો,નગર પાલિકા સ્ટાફ,સગા સ્નેહીજનો, સામાજિક તથા રાજકીય આગેવાનો,તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦