BANASKANTHAGUJARATKANKREJ

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ,ગાંધીધામ દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો…

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ,ગાંધીધામ દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો...

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ,ગાંધીધામ દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો…

કચ્છની ધન્ય ધરા ગાંધીધામમાં ઉત્તર ગુજરાતમાંથી વ્યવસાયે સ્થિત થયેલ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજ સુસંગઠિત બની દૂધ માં સાકર ભળે તેમ ભળી એક બીજામાં ભાઈચારો કેળવાય સમાજ એક તાંતણે બંધાય તેવા સુવિચારથી સ.ને.૧૯૯૮ થી કાર્યરત શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ એસ. પ્રજાપતિ ઝંડાળા, ઉપ-પ્રમુખ હરેશભાઈ એ.પ્રજાપતિ મુબારકપુરા,મંત્રી નિલેશભાઈ એ.પ્રજાપતિ સરવાલ,સહમંત્રી દિનેશભાઈ વી. પ્રજાપતિ કમાલપુર,ખજાનચી કમલેશભાઈ એચ.પ્રજાપતિ મસાલી,સહ- ખજાનચી પરેશભાઈ પ્રજાપતિ ભદ્રાડા, ઓડિટર જગદીશભાઈ પ્રજાપતિ નાનાજોરાપુરા,સહ ઓડિટર જીતેન્દ્રભાઈ જે.પ્રજાપતિ સુરેલ તેમજ કારોબારી સભ્યોના અથાગ મહેનત દ્વારા પ.પૂ.શ્રી મહંત પ્રકાશનંદ બ્રહ્મચારી મહારાજ (પંચમુખી હનુમાન મંદિર આદિપુર-કચ્છ) શ્રીમહંત શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા પ્રયાગરાજની પાવન નિશ્રામાં અમૃતભાઈ જી.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક મંડળના પ્રમુખ પ્રજાપતિ દિનેશભાઈ શિવરામભાઈની ઉપસ્થિતિમાં ગત તા.૦૯-૦૨-૨૦૨૫ ને રવિવારે બપોરે ૩ થી સાંજે ૯ કલાક સુધી ગોપાલપુરી સ્ટાફ કલબ ગાંધીધામ કચ્છ ખાતે શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા (સંલગ્ન ગામો સહીત) ગુર્જર પ્રજાપતિ સમાજ ના ગાંધીધામ આદિપુરના વિધાર્થી ભાઈઓ બહેનોનું સરસ્વતી સન્માન સમારોહ સહ સ્નેહમિલનનો સુમધુર કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના વરદ વરદ હસ્તે દીપ પ્રાગટય કરી મંડળના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી મંડળ ના દરેક કાર્યકરોએ સન્માન કર્યું હતું.ત્યારે પૂજ્ય બાપુએ આશિર્વચન બાદ સુમધુર વાણીનો લાભ આપ્યો હતો.નાના બાળકોથી લઈને કિશોર વયસ્કોએ સાંસ્કૃતિક પ્રોગ્રામો નૃત્ય, સમૂહ નૃત્ય, સામાજિક વક્તવ્ય થકી ઉપસ્થિત દરેકને ભાવ વિભોર કર્યા હતા.તેજસ્વી તારલાઓને અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને ભેટ, પ્રમાણપત્ર આપી સન્માનિતકર્યા હતા. ડૉ.વિનોદભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ડી. પ્રજાપતિ, ડૉ. લલિતકુમાર પ્રજાપતિ,પ્રજાપતિ હાનિષ્કાબેન મંગેશકુમાર (એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ) સહીત અનેક દાતાઓએ અનુદાન આપી સહભાગી થયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી નિલેશભાઈ સ્ટેજ સંચાલન કનુભાઈ પ્રજાપતિ અને આભાર વિધિ ર્ડો.લલિતભાઈ પ્રજાપતિએ કરી હતી.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!