કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણી ની પાવન નિશ્રામાં પંડિત ગીરધરરામજી અને સુશીલભાઈ (શ્રી ગીતા ભવન ઋષિકેશજી)ના સ્વમુખે શ્રીરામ ચરિત માનસના પાઠનું પઠન સંવત ૨૦૮૦ ના શ્રાવણસુદ-૧ ને સોમવાર તા.૦૫/૦૮/૨૦૨૪ થી શ્રાવણસુદ-૮ ને મંગળવાર તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક તથા ૩. ૩ થી સાંજે ૬. ૩૦ કલાક સતત ૯ દિવસ સુધી શ્રીરામ ચરિતમાનસનું પારાયણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય યજમાન તથા ભોજન પ્રસાદના યજમાન ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારે લાભ લીધો હતો.જયારે દૈનિક યજમાનમાં શ્રાવણ સુદ-૧ ના રમાબેન હરીયાણી,લાભુબેન ઠક્કર મહેસાણા,મંગુબેન ટી.ઠક્કર પરિવાર,કાંતિલાલ ડી. અખાણી પરિવાર,વિમળાબેન એચ. સોનપાલ પરિવાર (ગોધાણા), બીજના જયંતીલાલ કે.ઠક્કર (દૂદખા), લતાબેન જે.ઠક્કર પરિવાર (કાઠી- અમદાવાદ), શ્રીશ્રી કુંવરબા ચંદ્રસિંહજી વાઘેલા પરિવાર,ત્રીજના કમળાબેન કે.સોની,મંજુલાબેન જે.સોની ચોથ ના જીતેન્દ્રકુમાર એચ.ઠક્કર બુકોલી,રસીલાબેન આર.ઠક્કર ડીસા, પાંચમના પ્રભુરામભાઈ એમ.કાનાબાર પરિવાર,શ્રી માનસ સેવક પરિવાર (થરા- અમદાવાદ) છઠ્ઠ ના ભીખાભાઈ જે.ઠક્કર પરિવાર, પુષ્પાબેન આર.કોટક પરિવાર, તેજારામભાઈ એ.અખાણી પરિવાર,રતિલાલ એમ. અખાણી પરિવાર સાતમ હીરાબેન આર. ઠક્કર પરિવાર, શારદાબેન એ. ઠક્કર પરિવાર, અમરતલાલ ડી. ઠક્કર પરિવાર,દયાબેન પી.ઠક્કર ડીસા,લતાબેન જે.ઠક્કર પરિવાર અમદાવાદ,વાલુબેન એચ. હાલાણી પરિવાર,આઠમના રમેશભાઈ ડી.પટેલ, નોમના સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવાર,પ્રભુરામભાઈ કે.ઠક્કર પરિવાર હસ્તે રાજુભાઈ લાટી, શશીબેન જે. ઠક્કર પરિવાર તેરવાડા,લતાબેન જે.ઠક્કર પરિવાર કાઠી, અમૃતલાલ જી. કોટકે લાભ લીધો હતો.આજે પુર્ણાહુતી ના છેલ્લા દિવસે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ગુરૂગાદી શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ પધારી આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આજે આમ તો આપણા થરા ગામમાં ત્રિવેણી સંગમ યોજાયો એકતો આજે શ્રીરામ પારાયણનું સમાપન તિરંગા યાત્રાનું સમાપન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થયું આપણે થરા ગામજનો એટલા ભાગિશાળી છીએ કે આજે થરા માં ત્રિવેણી સંગમ યોજાયો. થરા માં આજે આપણને ત્રણ પ્રસંગનો લાભ મળ્યો થરાના આંગણે છેલ્લા ૭૪ વર્ષથી સતત આવો ધાર્મિક કાર્યક્રમ થતો હોય આપણા ગામ માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય આયોજકો જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં કહ્યું કે ૭૪ વર્ષ પહેલા જેમણે આયોજન કર્યું હતું તેમાંથી હાલ કોઈ વ્યક્તિ હયાત છે ત્યારે એવું કોઈએ એવું કીધું કે ગણપતભાઈ ખત્રી હાલ હયાત છે ખરેખર એમના અને આપણા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય ત્રિરંગાયાત્રા પ્રસંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી પૂર્વ શિક્ષણ મંત્રી એવમ બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા થરા સ્ટેટ માજી રાજવી ચંદ્રસિંહજી વાઘેલા અણદાભાઈ પટેલ,સુખદેવસિંહ સોઢા,થરા નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ ચેતનાબેન નિરંજનભાઈ સોની, પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વપ્રમુખ શ્રીમતિ ભારતીબેન કે.અખાણી,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈશુભા વાઘેલા, ડાહ્યાભાઈ પિલિયાતર, બાબુભાઈ ચૌધરીને અહીં આવવાનું થયું છે. આયોજકોએ મને એવું કીધું કે બાપુ તમે આશીર્વાદ આપો પણ હું તો એવું કહું છું કે આ ગામના આશીર્વાદ મારી ઉપર છે હું થરા ગામની અંદર બાર વર્ષની ઉંમરે આવ્યો ત્યારે દુનિયાની મને કોઈ ગતાગમ નહોતી ત્યારે મારા મિત્ર જશુભાઈ કોટક અને જેન્તીભાઈ રવજીભાઈ આ બધા મારા મિત્રો હતા અને હું એમની પાસેથી ઘણું બધું શીખ્યો મારા વતનમાં મને તો કંઈ ખબર જ નહોતી ચડ્ડી પહેરીને હું થરા ખાતે નાનો હતો ત્યારે આવ્યો હતો અને આ ગામે મને મહામંડલેશ્વર બનાવ્યો છે ખુબ જ સારી વાત છે કદાચ હું આ ગામમાં ના આવ્યો હોત તો મહામંડલેશ્વર ના બની શક્યો હોત.આ પાવન ભૂમિ ઉપર મારે આવવાનું છે મને પણ આ સરસ મોકો મળ્યો સમાજ સેવા કરવાનો મને લાભ મળ્યો આ પ્રસંગે વધુ ના કહેતા એટલું જ જણાવું છું કે મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમા આપણા શાસ્ત્રોમાં અને ધર્મમાં સ્થાન આપ્યું છે. તો તેનું આચરણ કરવું તેમ જણાવ્યું હતું ત્યાંર બાદ સંગીતમય રાષ્ટ્ર ગીતનું ગાન કરી છેલ્લે ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારના યજમાન પદે પંડિત ગીરધરરામજી,સુશીલભાઈ (શ્રી ગીતા ભવન ઋષિકેશજી)ના મુખારવિંદે શાસ્તરોક્ત વિધિ વિધાનથી યજ્ઞ યોજાયો હતો. ત્યારે પ્રવીણભાઈ ઠક્કર, નવીનભાઈ પ્રજાપતિ,મેહુલ ઠક્કર,ગૌરવ કોટક, રમેશભાઈ દરજી, અલ્પેશભાઈ પ્રજાપતિ, નીતિન ઠક્કર,પિન્ટુ નાઈ, વિજયભાઈ સોની,વિવેક ઠક્કર સહીતના કાર્યકરો ખડેપગે રહી મહેનત કરી હતી.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦
«
Prev
1
/
90
Next
»
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા