GUJARATSABARKANTHA
શ્રી રામ સ્વિમિંગ ક્લબ પોરબંદર. સ્વિમોથોન 2025 નેશનલ સમુદ્ર તરણ પ્રતિયોગીતા નું આયોજન કર્યું હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ- 4 / 1/ 2025 ના રોજ શ્રી રામ સ્વિમિંગ ક્લબ પોરબંદર. સ્વિમોથોન 2025 નેશનલ સમુદ્ર તરણ પ્રતિયોગીતા નું આયોજન કર્યું હતું સમગ્ર ભારત માંથી હજારો ની સંખ્યા માં મહિલા તરવૈયા અને પુરુષ તરવૈયા ખૂબ મોટી સંખ્યામાં ભારતભરમાંથી સમુદ્ર તરણ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો .
1 કિલોમીટર 2 કિલોમીટર 5. કિલોમીટર અને 10 કિલોમીટર સમુદ્ર તરણ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા માંથી ઋતુ કુમારી મલેશિયા ધોરણ 10 અને કાજલ સુરેશભાઈ માળી ધોરણ 10 સમુદ્ર તરણ બે કિલોમીટર અને પાંચ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને એક થી 10 નંબરમાં પોતાનું સ્થાન જાળવી વિજય બન્યા હતા સમગ્ર ભારત માં બંને દીકરીઓ એ સાબરકાંઠા જિલ્લાનું અને ગુજરાતનું નામ સમગ્ર ભારત માં રોશન કર્યું છે


