કાંકરેજ વિધાનસભાના નવા ગામે શ્રી રામાધણી યુવક મંડળ સેવા કેમ્પની ધારાસભ્યએ મુલાકાત લીધી.
કાંકરેજ વિધાનસભાના નવા ગામે શ્રી રામાધણી યુવક મંડળ સેવા કેમ્પની ધારાસભ્યએ મુલાકાત લીધી.

કાંકરેજ વિધાનસભાના નવા ગામે શ્રી રામાધણી યુવક મંડળ સેવા કેમ્પની ધારાસભ્યએ મુલાકાત લીધી.
બનાસકાંઠા જિલ્લા કાંકરેજ વિધાનસભાના નવા ગામે આસેડા અને નવા ગામ વચ્ચે હાઈવે ઉપર શ્રી રામાધણી યુવક મંડળ દ્વારા ચાલતા સેવા કેમ્પની કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તા. ૨૧/૦૮/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ મુલાકાત લીધી ત્યારે નવા ગામના રબારી સમાજના આગેવાનો દ્વારા હિન્દૂ સંસ્કૃતિની પરંપરાગત પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું.ત્યારે જાબડિયા ગામના પુર્વસરપંચ જબ્બરસિંહ ઠાકોર,રબારી સમાજના યુવા આગેવાન કેશરભાઈ લુણી (દેસાઈ), જામાજી દુધેચા સહીત કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહી રામાધણીના દર્શન કરી ધન્યતા અનુભવી જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.કેસરભાઈ લૂણીએ જણાવ્યું હતું કે આ મંડળ કાંકરેજ ધારાસભ્યએ ત્રણ લાખના પેવર બ્લોક નાંખી આપવામાં આવ્યા અને મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મંડળના સભ્યો તથા નવા ગામના ગામજનો તન-મન-ધનથી પદયાત્રીઓ અને આ સ્થળેથી નીકળતા સંઘનું સતત ચોવીસ કલાક નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી સેવા કરે છે.આ કેમ્પની ધારાસભ્યએ મુલાકાત લેતા સૌને આનેદ આવ્યો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




