માનપુર ખાતે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તથા બોડિયા હનુમાનજી દાદાનો પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો.
માનપુર ખાતે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તથા બોડિયા હનુમાનજી દાદાનો પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો.

માનપુર ખાતે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તથા બોડિયા હનુમાનજી દાદાનો પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો.
પાટણ તાલુકાના માનપુરની ધન્યધરામાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિર એવમ બોડિયા હનુમાન દાદાનો પુનઃપ્રતિષ્ઠા તા.૦૫,૦૬,૦૭/ ૦૫/ ૨૦૨૫ સોમ,મંગળ અને બુધવાર એમ ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામ સેવા સમિતિ તથા ગ્રામજનોના સહિયારા સહયોગથી કરવામાં આવેલ આયોજનમાં પ્રથમ દિવસે મૂર્તિ શુદ્ધિકરણ,દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા અને તૃતીય દિવસે બપોરે ૧૨.૩૯ કલાકે રાજપૂત અખિલેશકુમાર બદ્રીસિંહના યજ્ઞમાં મુખ્ય યજમાનપદે શાસ્ત્રી જીતુભાઈ પંડ્યા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે ભુવાજી સ્વરૂપજી ઠાકોર સહીત દાતાઓ ગ્રામજનોની ઉપસ્થિતિ માં મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી.એક શિક્ષક તરીકે મનજીભાઈ પ્રજાપતિ દ્વારા મંદિરમાં ૧,૫૧,૦૦૦/-રૂપિયાનું અનુદાન અર્પણ કર્યું.પ્રતિષ્ઠા સમયે ગામના યુવાનો વડીલો દ્વારા તમામ પ્રકારની કમિટીઓ બનાવીને મહોત્સવ સરસ રીતે યોજવામાં આવ્યો.મંદિર માટે નાના-મોટા દાતાઓએ દ્વારા અંદાજે એક કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ આવેલ.મંદિર નિર્માણમાં પટેલ કમાભાઈ લાલજીભાઈ એ ૯,૨૫,૦૦૦/- રૂપિયા,પટેલ બાબુભાઈ જોઈતાભાઈ એ ૫,૫૫,૫૫૫/- રૂપિયા,સ્વ.રઈબેન લાલજીભાઈ પટેલ પરિવાર દ્વારા ૩,૬૧,૦૦૦/- રૂપિયા, દેસાઈ કિશોરભાઈ લખમણભાઈએ ૩,૧૧, ૦૦૦/- રૂપિયાનું અનુદાન આપેલ જયારે મુખ્ય ભોજનદાતા પટેલ વિઠ્ઠલભાઈ જોઈતાભાઈ પરિવાર,બીજા દિવસના સવારના ભોજન દાતા ઠાકોર ગાંડાજી ધીરાજી પરિવાર,પ્રથમ દિવસ રાત્રીના ભોજનદાતા પટેલ પ્રકાશભાઈ ત્રિભોવનભાઈ, બીજા દિવસે રાત્રિના ભોજનદાતા નટુભાઈ પટેલ તથા રામજીભાઈ પટેલ, બીજા દિવસના ભોજન દાતા પ્રજાપતિ હંસાબેન મંજીભાઈ સહીત અનેક દાતાઓએ અનેક ચડાવાનો લાભ લીધો હતો.કાર્યક્રમનું સફળ સંચાલન માનપુર પ્રા.શાળાના શિક્ષક પ્રજાપતિ મંજીભાઈ રૂગનાથભાઈ એ કર્યું હતું.શ્રીરામ સેવા સમિતિ,ગ્રામજનો દ્વારા મંજીભાઈ પ્રજાપતિને શિલ્ડ આપી શાલ ઓઢાડી અને કિશોરભાઈ દેસાઈ દ્વારા ૧૧ હજાર રોકડા આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના રાધનપુરના મહિલા ઉપ પ્રમુખ અલ્કાબેન પ્રજાપતિ સહીત મોંઘેરા મહેમાનો પધાર્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




