BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકાના ટોકરિયા ગામના શિક્ષક શ્રી રામજીભાઈ રોટાતરને સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી પુલકિતભાઈ જોશી સાહેબના હસ્તે સોરવી માનવતા રત્ન એવોર્ડ એનાયત

24 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ- ૨૦૨૫ મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ‘સોરવી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૧ મી ડિસેમ્બર ૨૦૨૫ ને રવિવારનાં રોજ યોજાયેલા આ ગરિમામય કાર્યક્રમમાં શિક્ષણ જગતનાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને GCERT નાં સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી સાહેબ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) નાં મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પાલનપુર તાલુકાના ટોકરિયા ગામના શિક્ષક શ્રી રામજીભાઈ રોટાતરને સોરવી માનવતા રત્ન એવોર્ડ એનાયત પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ” સોરવી માનવતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. GCERT નાં સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબે એવોર્ડ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા પુરસ્કારોથી શિક્ષણ જગતમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે.માનનીય ડુમરાળીયા સાહેબશ્રીનું પ્રેરણાદાયક ઉદબોધન, અને આદરણીય પુલકિત જોશી સાહેબશ્રીનું જુસ્સાપૂર્વક ને શિક્ષકની તાકાતને ઉજાગર કરતું ઉદબોધન તેમજ સન્માનિત શિક્ષકોની તેજસ્વી હાજરી અને ઉપસ્થિત સૌના ઉત્સાહભર્યા સહયોગને કારણે સમગ્ર વાતાવરણ ગૌરવસભર બન્યું. સમયપાલન સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે આયોજક તેજસભાઈ શાહની કાર્યક્ષમતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકોને નવી પ્રેરણા મળી છે અને સમાજમાં શિક્ષકના ગૌરવને વધુ ઉજાગર કરવામાં આવ્યો છે. ખરેખર, આ સમારોહ દરેક અર્થમાં સફળ રહ્યો. અંતમાં કાર્યક્રમની સફળતા માટે સૌરવી ચેરિટેબલ ટ્રસ્ટ, આયોજક ટીમ તેજશભાઈ શાહ, જનીલભાઈ પટેલ, નેહાબેન શાહ તથા મિત્તલબેન ઠક્કર ની મહેનતે સફળતા અપાવી છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મિતલબેન ઠક્કર અને જનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સહયોગીઓ અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સોરવી ચેરીટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને શિક્ષણ જગત અને સમાજના ઉત્થાન માટે એક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પદાધિકારીઓએ તમામ મહેમાનો અને એવોર્ડ વિજેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપા સમર્થક મંચ નાં પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી સાહેબ શ્રી એ સંસ્થાને શૈક્ષિણક કાર્યો કરવા શિક્ષણનાં હેતુસર ૫૧૦૦૦/- નું દાન આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અનેક નામી અનામી દાતાશ્રીઓ દ્વારા ચકલીનો માળો, પ્લાસ્ટિક મુક્ત થેલીઓ, તુલસીનાં છોડ તથા કપિલાબેન જેઠાલાલ રાઠોડ પૂર્વ આચાર્ય હુડકો ભાટ પ્રાથમિક શાળા ગાંધીનગર તરફથી પર્યાવરણ જાળવણી માટે બિલી પત્રનાં છોડ આપી છોડમાં રણછોડનાં દર્શન કરાવી પર્યાવરણ જાગૃતિ ફેલાવવા નમ્ર પ્રયાસ કર્યો છે.

Back to top button
error: Content is protected !!