
કેશોદ આંબાવાડી વિસ્તારમાં આવેલ હરિ ઓમ એપાર્ટમેન્ટ ખાતે શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા કેશોદના જરૂરિયાતમંદ પરિવારોને જુદી જુદી 16 વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ નિલેશભાઇ રાભેરૂ તથા અશોકભાઈ લાલવાણી દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ઓ કરવામાં આવી રહી છે આ ગ્રુપ દ્વારા કેશોદમાં સરકારી હોસ્પિટલે દર્દીઓને દરરોજ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ એમ્બ્યુલન્સની કે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ દ્વારા તુરંત વ્યવસ્થા કરવામાં આવે છે તેઓ દ્વારા દિવાળી નિમિત્તે ફરસાણ મીઠાઈ તેલ અનાજ વગેરે પ્રકારની 16 આઈટમની આજરોજ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તથા કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા ના હસ્તે આ કીટનું વિતરણ કરવામાં આવેલું હતું લગભગ 162 લાભાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવેલું છે
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ




