GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ખાતે 23 મી.નવેમ્બરે પૂજ્ય.શ્રી સત્ય સાંઈ બાબા ની જન્મદિનની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ મોહન વિધાલય ખાતે વાંસદાના અગ્રણી અને વેપારી બંધુ એવા મુન્નાભાઈ ભાવસાર ની વિશેષ ઉપસ્થિતિમાં  નર્સિંગ કોલેજની વિધાર્થિનીઓ તેમજ કુમાર અને કન્યા શાળાના વિધાર્થીઓ, સંસ્થાના સંચાલક ડો.કમલેશભાઈ ઠાકોર સહિત શાળા પરિવારના તમામ શિક્ષકોની ઉપસ્થિતિમાં આજરોજ પરમ પૂજ્ય સંત શ્રી સત્ય સાંઈ બાબા ની જન્મજયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંત શ્રી સત્ય સાંઈ બાબાનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૨૬ માં થયો હતો. આ પ્રસંગે શાળાના પૂજ્ય સંત સત્ય સાંઈ બાબા ના જીવન આધારિત ચાલતી સેવાકાર્યો અંગે ચર્ચાઓ કરી એમના સત્કાર્યો અંગે વિધાર્થીઓને વાફેક કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભવ્ય ભજન સત્સંગ તેમજ એમની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓ જે હાલમાં ચાલી રહી છે ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ ફૂટપટ્ટી માં ફક્ત એક રૂપિયામાં હાર્ટ નું ઓપરેશન થાય છે અનેક હોસ્પિટલો સ્કૂલો અને કોલેજો એમના નામથી ચાલે છે. ત્યારે આ સંસ્થા પણ સત્ય સાંઈ બાબાના આશીર્વાદથી એમના નામથી ચાલી રહી છે. મહુવાસની આ શાળા પણ શિક્ષણ ક્ષેત્રે નવસારી જિલ્લા સહિત ગુજરાતભરમાં ખ્યાતના મેળવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરી જન્મ દિવસ ઉજવણી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

 

Back to top button
error: Content is protected !!