શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે ૧૦૦૮ પાર્થેશ્વર શિવલિંગ બનાવીને શિવનો અનેરો મહિમા ગાયો

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે ૧૦૦૮ પાર્થેશ્વર શિવલિંગ બનાવીને શિવનો અનેરો મહિમા ગાયોશિવજી ને હિંદૂ ધર્મના ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. એ આશુતોષ છે. ભક્તિ ભાવ પૂર્વક કોઈ તેમનું સ્મરણ કરે તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે. પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા, જે પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન શ્રી વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી.
સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ માં શાળાના શિક્ષક મિત્રો અને બાળકો દ્વારા ૧૦૦૮ પાર્થેશ્વર લિંગ બનાવવા માં આવ્યા. શાળા ના બાળકો એ પોતાના નાના નાના હાથ થી શિવ ના ૐ નમઃ શિવાય જાપ ની સાથે પવિત્ર માટી માંથી શિવલિંગ બનાવી, બિલી પત્ર અને ભગવાન આશુતોષ ને પ્રિય એવા ધતુરાના ફૂલ અર્પણ કરી શિવ નો સુંદર શણગાર કર્યો હતો. ત્યાર બાદ શિવપૂજા , આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. શાળા સમગ્ર નું વાતાવરણ શિવમય બનીગયુ હતું. આ નયનરમ્ય પૂજા અને શિવભક્તિ કાર્યક્રમ નું આયોજન શાળા ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ , ઇંગ્લીશ મીડીયમ આચર્યા હેતલ રાવલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.










