
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી 3 લોકોના મોત 1 ઈજાગ્રસ્ત, સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું
મોડાસા ખાતે આવેલ બાયપાસ રોડ ન્યુલીપ સ્કૂલ પાસે આવેલ માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત 9 વાગ્યાની આજુબાજુ ના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી જેમાં અકસ્માતમાં કાર ૪૦ ફૂટ ઊંડી નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ની છે ઘટના ને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું ઘટના ની જાણ થતા સ્થાનિક પોલિસ સહીત ફાયર બ્રિગેડ ની ટીમ આવી પોંહચી કામગીરી હાથ ધરી હતી હાલ પ્રાથમિક માહિતી મુજબ આ કાર અમદાવાદ વિસ્તારની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે સમગ્ર ઘટના ને લઈ રસ્તાઓ પર વાહનો ની કતારો લાગી હતી. ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે દવાખાને ખસેડાયો છે






