નરેશપરમાર.કરજણ,
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાઘાટન.
આજે દર્ભાવતી(ડભોઇ) ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના નવીન સંકુલ નું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
શિક્ષણની સાથે સંસ્કારની જ્યોત પ્રગટાવતા આધુનિક સુવિધાઓથી સભર આ સંકુલમાં બાળકો ગુણવત્તાસભર શિક્ષણ તો મેળવશે જ, સાથોસાથ જીવનના નૈતિક મૂલ્યોના પાઠ પણ ભણશે.ગુરુકુળ એ આપણી સનાતન પરંપરાની ઉત્તમ ધરોહર છે.. ગુરુકુળ એ શિક્ષણની સાથે ધર્મ, સંસ્કૃતિ, શિસ્ત અને આધ્યાત્મિક જીવનશૈલીના સંસ્કાર પ્રાપ્ત કરવાના કેન્દ્રો છે.આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરતા માતૃભાષામાં શિક્ષણ, ટેકનિકલ વિષયોનું જ્ઞાન અને મૂલ્ય-આધારિત શિક્ષણ સાથેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે.આ પ્રસંગે દર્ભાવતી(ડભોઇ) ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ સોટ્ટા તેમજ વડતાલ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મહાસભા અધ્યક્ષ શ્રી નૌતમ સ્વામી, ગુરુકુળ સંચાલક શ્રી કે.પી સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના માનનીય સંતશ્રીઓ, અખિલ ભારતીય નિરંજની અખાડા સચિવ શ્રી અને શ્રી કુબેર ભંડારી મંદિર ના મહંત દિનેશગિરિ મહારાજ, ભાવનગર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ડભોઈ તાલુકા અને નગર ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.