Rajkot: ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એકટ અન્વયે વેબસાઇટ પોર્ટલ પર બાકી રહેલ હોસ્પિટલ/ ક્લિનિકને અરજી કરવા સૂચના

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેન્ટસ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – ૨૦૨૧ અન્વયે તમામ હોસ્પિટલો, ક્લિનિકો, લેબોરેટરીઓ સહિતની તબીબી કામગીરી કરતા સેન્ટરોને આ એકટ હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. આ એકટ હેઠળ તમામ સંસ્થાએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ કાયમી રજીસ્ટ્રેશન મેળવવાનું ફરજીયાત હોઈ હાલ તમામ સેન્ટરોએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. જે સેન્ટરોએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન તા.૧ર/૦૯/રપ સુધીમાં મેળવેલ નહિ હોય તેઓની સામે કાયદાનુંસાર કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામ સંસ્થાઓએ આ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તમામ તબીબી પ્રેકટીસ કરતા સેન્ટરોએ આ એકટ હેઠળ નોંધણી કરાવવા https://clinicalestablishment.gipl.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવાની રહેશે. રજીસ્ટ્રેશન માટે જરૂરી આધાર પુરાવામાં અરજદારનું આધાર કાર્ડ, સેન્ટરના માલિકીના આધાર પુરાવા આપવાના રહેશે. જેમાં પાનકાર્ડ સાથે સેલ્ફ ડીકલેરેશન/પાર્ટનરશીપ ડીડ/ટ્રસ્ટ્ર ડીડ/કંપનીનું એમ.ઓ.યુ./સરકારી કચેરી હોય તો નિમણુક ઓર્ડર, સેન્ટરની જગ્યાને લગત વેરા પહોંચ/ લાઇટ બીલ, ફાયર સેફટીને લગત અને બાયોવેસ્ટીને લગત આધાર પુરાવા, સેન્ટરના ફોટા, આપવાના રહેશે. ઉપરાંત, એકસરખા નામવાળા એટેચ કરેલ ડોકયુમેન્ટ હોવા જોઇએ. અરજીમાં સાચી વિગતો ભરવી તેમજ દર્શાવેલ ડોકયુમેન્ટ પણ એટેચ કરવાના રહેશે. તેમ રાજ કોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.



