
ડેડીયાપાડા ખાતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 06/09/2025 – નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવ દિવસના આતિથ્ય બાદ દુંદાળા દેવે વિદાય લીધી હતી.
ડેડીયાપાડા ખાતે અવનવા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેની વિસર્જન યાત્રા રોજ વિવિધ ગણેશ મંડળો દ્વારા કાઢવામાં આવી હતી.
ડેડીયાપાડા ગણેશ મંડળો તેમજ ગણેશ ભકતોમાં અવિરત ચાલતાં વરસાદી માહોલને લઈને ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી.વરસતા વરસાદી માહોલમાં તેમની ભક્તિ દેખાડી ઢોલ તાસા વગાડી કેજીમના તાલે ઝૂમ્યા હતાં. તમામ ગણેશ મંડળોના વિસર્જન યાત્રાની જે મનસા હતી તેના પર વરસાદે પાણી ફેરવી દીધું હતું.વરસતા વરસાદમાં પણ નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અબીલ ગુલાલની છોળો વચ્ચે શ્રધ્ધાળુઓએ દુંદાળા દેવને વિદાય આપી હતી.




