શહેરા: બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ
પંચમહાલ શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શહેરા દ્વારા વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ગ્રામિણ બેંકના બ્રાંચ મેનેજર શ્રી કમલેશભાઈ રાણા અને નર્સિંગ કોલેજ શહેરા ના ઉપાધ્યક્ષ શ્રી મનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ ઉપસ્થિતિમાં બ્રહ્મા કુમારી બેન બી.કે. રતન દીદીએ પર્યાવરણ રક્ષણના મહત્વ વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, “પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેનો સબંધ અમૂલ્ય છે, અને આપણે સૌને એના સંરક્ષણ માટે એકતા અને જાગૃતિ સાથે આગળ આવવું જોઈએ.” અંતે અધિકારીઓ અને સૌ ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને 100 જેટલા વૃક્ષો નું વિતરણ કર્યું તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવાયો.