BANASKANTHAGUJARAT

થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીના શ્રીમાઈ મંડળ અને શ્રી ભવાઈ મંડળને બ્રહ્મ ભોજન કરાવ્યું.

અતિ પ્રાચીન નગર દેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં શ્રીભવાઈ મંડળના ભાવિકભક્તો વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત ભવાઈ રમે છે.

થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજીના શ્રીમાઈ મંડળ અને શ્રી ભવાઈ મંડળને બ્રહ્મ ભોજન કરાવ્યું.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગર દેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં શ્રીભવાઈ મંડળના ભાવિકભક્તો વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત ભવાઈ રમે છે.જેમાં વેલ એજ્યુ કેટેડ મોટા ભાગે શિક્ષકો અને વહેપારીઓ દ્વારા ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે.ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારોની આસો સુદ-૮ ની ભવાઈ જોવા થરા નગરથી ધંધા-રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમની “અભિમન્યુ ચક્રાવો” ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે.કલાકારો ની કલાના કામણના વાહવાહ કરે છે ભવાઈ વેશના કલાકારોમાં જયંતીભાઈ નાઈ/પીન્ટુભાઈ નાઈ,પીન્ટુભાઈ ઠાકોર, આશુતોષભાઈ જોષી,હરેશભાઈ પ્રજાપતિ શિક્ષક,બચુભાઈ નાઈ, ભરતભાઈ જોષી,મુકેશભાઈ દરજી,કીર્તિભાઈ નાઈ,દત્ત દીપકભાઈ જોષી,લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, જોઈતાભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ સહીત શ્રીભવાઈ મંડળના દરેક કાર્યકરો તેમજ શ્રીમાઈ મંડળના રાજુભાઈ સોની,હર્ષદ સોની, ભુપેન્દ્રભાઈ સોની,ગૌરાંગ સોની, હરીભાઈ સોની,રમેશભાઈ દરજી સહિત માતાજીના અનેક ભક્તો અને ભૂદેવોને મહેશ્વરી પ્રવીણભાઈ શ્રીચંદભાઈ શ્રીનાથ રસોયા ગ્રુપ દ્વારા શરદ પૂનમ ના પવિત્ર દિવસે સવારે થરા સ્ટેટ માજી રાજવી હેતકારણસિંહ (લાલભા) વાઘેલા ની ઉપસ્થિતિ મા નગર દેવીશ્રી બહુચર માતાજી ને થાળ ધરાવી બ્રહ્મ ભોજન કરાવી નગર દેવી શ્રી બહુચર માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારે શ્રીભવાઈ મંડળ અને શ્રીમાઈ મંડળ દ્વારા આભાર માન્યો હતો,ભૂદેવોએ આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦l

Back to top button
error: Content is protected !!