થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણની ગત રોજથી શુભ શરૂઆત…
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણની ગત રોજથી શુભ શરૂઆત...

થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણની ગત રોજથી શુભ શરૂઆત…
—————————————-
છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૧ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ચાલુ…
—————————————
કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પ.પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રીંકુબેન ઠક્કર ના સ્વમુખે શ્રીરામ ચરિતમાનસના પાઠનું પઠન આજરોજ સંવત ૨૦૮૧ ના શ્રાવણસુદ-૧ ને શુક્રવાર તા.૨૫/૦૭/૨૦૨૫ થી શ્રાવણ સુદ-૯ ને શનિવાર તા.૦૨/૦૮/૨૦૨૫ સુધી બપોરે ૨.૪૫ થી સાંજે ૬.૪૫ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિતમાનસ નું પારાયણ કરવામાં આવશે. પ.પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ ચરિતમાનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.આ પ્રસંગના મુખ્ય યજમાન રઘુવંશી યુવા ગ્રુપ તથા ભોજન પ્રસાદના યજમાન સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર રાજેશ્રી મસાલાએ લાભ લીધો છે.જયારે દૈનિક યજમાન ભીખાભાઈ ઠક્કર,વસંતીબેન ઠક્કર,દેવચંદભાઈ ઠક્કર,કોટક રાજેશકુમાર પ્રભુરામભાઈ (રાજુ ઠક્કર લાટી),રસીલાબેન ઠક્કર, સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર (રાજશ્રી મસાલા), બાબુલાલ ઠક્કર,જેંતીલાલ ઠક્કર,હીરાલાલ ઠક્કર (હીરાબાપા એન્ટર પ્રાઈઝ), ઈશ્વરભાઈ પટેલ,રમેશભાઈ પટેલે (અતુલ ટ્રેડર્સ) લાભ લીધો છે. જયારે દૈનિક પ્રસાદી જયંતીલાલ ઠક્કર,સ્વ.કાંતિલાલ ઠક્કર, વિમળાબેન કોટક ગં.સ્વ. નર્મદાબેન પટેલ,રવજીભાઈ ઠક્કર,નિરંજનભાઈ કોટક, પઢીયાર અનસોયાબેન ભાવસંગભાઈ હસ્તે-અશોકભાઈ પઢીયાર,મહેશકુમાર ઠક્કર,સ્વ. મંગુબેન ઠક્કર પરિવાર તરફથી આપવામાં આવશે.શ્રીરામ જન્મ, શ્રીરામ વિવાહ,શ્રીરામ રાજ્યભિષેક એમ ત્રણ પ્રસંગની પ્રસાદી ઠક્કર નર્મદાબેન કેશવરામભાઈ હસ્તે- નાગરીક મંડળીના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાટી તરફથી આપવામાં આવશે. કોલ્ડ્રિંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી તેરવાડાવાળા આપવામાં આવશે. શ્રી રામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





