
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે આવેલ મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિ મહોત્સવ નિમિત્તે 1008 લાડુ ના હોમ સાથે વૈદિક ભૂદેવો દ્વારા ગણેશ યાગ યોજાયો
હાલ સમગ્ર દેશ માં ભારે ધમધુમ પૂર્વક ગામપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવ માં ભગવાન ગણેશ ના અલગ અલગ મનોરથ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે મોડાસા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગણપતિ મંદિરે 1008 મોદક ના હોમ સાથે ગણેશ યાગ યોજાયો
મોડાસા ના ધુણાઈ રોડ પર સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા માં આવેલું એક માત્ર મનોકામના જમણી સુઢ ના ગણપતિ સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે ત્યાં દર વર્ષે ગણપતિ મહોત્સવ ની ઉજવણી ભારે ધામધૂમ થી થાય છે દસ દિવસ દરમિયાન ભગવાન ને 108 લીટર દૂધ નો અભિષેક ,પંચામૃત નો અભિષેક,સસ્તા ભાવે નોટબુક અને ચોપડા વિતરણ,ગણપતિ અથરવશેષ ના પાઠ નું અનુષ્ઠાન અને આજે 1008 લાડુ ના હોમ સાથે ગણપતિ મહયાગ યોજાયો,આ યજ્ઞ માં વૈદિક ભૂદેવો દ્વારા ગણપતિ અથર્વશેષ ના પાઠ સાથે લાડુ અને ભગવાન ગણેશ ને પ્રિય એવા ધરો નો હોમ થાય છે અને પુરી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક ગણેશ યાગ યોજાય છે અનેક ભક્તો દર્શન પ્રસાદ નો લાભ લેછે





