
નરેશપરમાર.કરજણ,


કરજણ તાલુકાના રારોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લગભગ છેલ્લા બે અઢી વર્ષથી મેડિકલ ઓફિસર ની જગ્યા ખાલી..
કરજણ તાલુકાના રારોદ ગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે તે આરોગ્ય કેન્દ્ર બનવાનો મુખ્ય હેતુ નજીક ના ગામો ને સારવાર મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા બનવા માં આવ્યું હતું પરંતુ તે આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા બે વર્ષથી મેડિકલ ઓફિસર ની જગ્યા ખાલી છે.ચોરનદા ગામ માં આવેલ આરોગ્ય કેન્દ્ર ના ડોકટર અઠવાડિયા માં ૨ દિવસ તે કેન્દ્ર ઉપર હાજરી આપે છે અને જ્યારે તેમની ફરજ ની જગ્યા ઉપર વધુ કામ હોય તો તે ડોકટર ત્યાં ફરજ ઉપર ઘણી વખત હાજર થય સકતા નથી..જગ્યા ખાલી હોવા ના કારણે સ્થાનિક લોકો દવાખાના તરફ થી મળતી સુવિધા નો લાભ મેળવી શકતા નથી અને જો કોઈ મહિલા પ્રેગન્ટ હોય તો તે દવાખાના માં ડોકટર ની ગેરહાજરી માં કારણે ડિલિવરી કરાવી સકતા નથી.પાલેજ નારેશ્વર રોડ ઉપર રેતી ભરેલી ગાડીઓ રાત દિવસ ચાલે છે જેથી છાસવારે નાના મોટા અકસ્માત થાય છે ત્યારે પણ ભોગ બનનાર વ્યક્તિ રારોદ દવાખાના નો લાભ મેળવી શકતા નથી અને તે ભોગ બનનાર વ્યક્તિ ને કરજણ કાંતો વડોદરા ખાતે મોકલવા માં આવે છે. આમ નાની મોટી બીમારી માં સ્થાનિકો ને ખાનગી હોસ્પિટલ નો સહારો ના લેવો પડે,ગ્રામ્ય વિસ્તાર થી સારવાર માટે શહેરી વિસ્તાર તરફ ના જવું પડે તે માટે રારોદ ખાતે બનાવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોકટર ની ગેરહાજરી ના કારણે સોભા ના ગાંઠિયા સમાન નજરે પડે છે. આ બાબતે મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર એ રારોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની રૂબરૂ મુલાકાત લઈ તારીખ ૧૧/૦૧/૨૦૨૫ ના રોજ ફેસબૂક લાઈવ ના માધ્યમ થી વહેલી તકે ખાલી જગ્યા ભરવા માટે માંગણી કરી હતી પરંતુ આજ દિન સુધી જગ્યા ખાલી છે જેથી આજ રોજ કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ને લેખિત માં અરજી આપી રારોદ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ખાલી પડેલ ડોકટર ની જગ્યા તાત્કાલિક અસરથી ભરવા માંગ કરી છે.હવે જોવાનું એ છે કે આ ખાલી પડેલ જગ્યા ક્યારે ભરાશે તંત્ર પ્રજા ના હિત માં કેટલો ઝડપી નિર્ણય કરે છ એ જોવાનું છે




