ભરૂચમાં 24×7 લોકોના આરોગ્યની અને ઈમરજન્સી સેવામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાની બહેનોએ શહેરના નર્મદા પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં 24×7 લોકોના આરોગ્યની અને ઈમરજન્સી સેવામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાની બહેનોએ શહેરના નર્મદા પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને આનંદ માણ્યો હતો.
સમગ્ર વિશ્વમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેથી આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા જિલ્લામાં કાર્યરત ઈએમઆર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 108,ખિલખિલાટ, એમએચયુ, એમવી ડી,181 અને 1962 પ્રોજેક્ટની દરેક મહિલા કર્મચારીઓને સંકલિત કરીને નર્મદા પાર્ક ખાતે વિવિધ રમતો રમાડી અને કેક કાપી એક બીજાને કેક ખવાડી મહીલા દીવસ શુભેરછાઓ પાઠવી હતી.ત્યાર બાદ 108 સુપરવાઈઝર જલ્પેશ ચૌધરી અને MHU ના સુપરવાઈઝર ચેતન જાદવ અને સર્વે કર્મચારી સાથે ભોજન કરીને ઉજવણી કરી છે.જેમાં દરેક મહિલાઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો.



