ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ…

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૩૧/૦૮/૨૦૨૪
રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી થતા જ તમામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ શાંત થતા વર્ષા બાદની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આરોગ્ય સંલગ્ન કામગીરી મુખ્ય છે. વરસાદી ઋતુમાં આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય છે. એવામાં જ્યારે આ રીતે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આરોગ્ય પરનું જોખમ વધી જતું હોય છે. તેથી ભરૂચ જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે સતત લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાઈ રહી છે.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૫ જેટલી ટીમ અને આશ્રય સ્થાનોમાં ૧૧ જેટલી ટીમ આરોગ્યને લગતી કામગીરી કરી રહી છે.જેમાં ગજેરાના વહેલમ ગામમાં ભરાયેલ પાણી વિસ્તારમાં સર્વેલન્સ અને કલોરીન ટેબલેટ વિતરણ તેમજ આશ્રય સ્થાનો પર મેડીકલ કેમ્મ થકી કાળજી લેવાઈ રહી છે.
તે સાથે જિલ્લામાં આશા વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સર્વેલન્સ તથા પોરાનાશકની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
વેકટર કંટ્રોલ ટીમો દ્વારા સઘન પોરાનાશક કામગીરી કરાવવામાં આવશે. તદઉપરાંત પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાંથી જાહેર થતા મેલેરીયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાના કેસ નોંધાયેલ વિસ્તારમાં સઘન સર્વેલન્સ, પોરાનાશક દવાનો છંટકાવ, આઇ.ઇ.સી અને ફોગીંગની કામગીરી કરવામાં આવી
રહી છે.



