GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ગધેડી ફળિયા પાસે સોળ વ્હીલ વાળો ટ્રક ખોટકાઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. એમ્બ્યુલન્સ ને રોંગ સાઈડમાં જવાની ફરજ પડી

તારીખ ૦૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બસ સ્ટેશન પાસે ગધેડી ફળિયા મઠ ફળિયા ના ચાર રસ્તા પાસે સોમવારે બપોરે એક ટ્રક ટેકનિકલ કારણે રસ્તા વચ્ચે બંધ થઈ જતા ટ્રાફિક જામ થયો હતો. ટીઆરબી જવાનો ટ્રક પાસે આવી પહોંચ્યા હતા અને ટ્રક રિપેરિંગ માટે માણશો પણ આવી ગયા હતા તેમ છતાં પણ આ ટ્રક ચાલુ થયેલ ન હતી કાલોલ તરફ આવવાના માર્ગે શામળદેવી ના પાટિયા સુધી લાંબી લાઈન લાગી હતી અને મોટો ટ્રાફિક જામ થયો હતો કેટલાક વાહનો ગામ તરફ વળ્યા હતા અને ગામમાં પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો ત્યારે દર્દીને લઈને જતી એક એમ્બ્યુલન્સ આ ટ્રાફિક મા ફસાઈ હતી ત્યારે ચાલકે રોંગ સાઈડમાં એમ્બ્યુલન્સ ચલાવી દર્દીની સારવાર અને જીવન ને પ્રાધાન્ય આપ્યું હતુ.





