વલસાડ જિલ્લાના યુવા ગ્રુપ રોલા તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વૈષ્ણવી પેટ્રોલ પંપ સામે રોલા ગામ ખાતે “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું,પ્રદેશ ભાજપના મંત્રી શ્રીમતી શીતલબેન સોની, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા રહી રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને માનવ સેવાના મૂલ્યોનું જતન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી, આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક રક્તદાતાઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા ડબલ બેડ રજાઈ/હેલમેટ ભેટ આપવામાં આવી હતી,તેમજ ૨૫ જેટલા રક્તદાતાઓને મોબાઈલ ગિફ્ટ આપવામાં આવ્યા હતા અને એક લક્કી રક્તદાતાને ઇલેક્ટ્રીક બાઇકનું વિશેષ ઇનામ આપવમાં આવ્યું હતું, મેગા ગિફ્ટ તરીકે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૨૦૨૫ વિક્રમજનક રક્તબેગ એકત્ર કરવામાં આવી હતી, જેમાં વલસાડ તાલુકા ના વિવિધ ગામો,નવસારી જિલ્લા ના વિવિધ ગામો ના રક્તદાતાઓ જોડાયા હતા,આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ લોકો માટે ફળાહાર,ભોજન ની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી,કેમ્પ માં અતુલ રૂરલ ડેવેલોપમેન્ટ,વલસાડ રક્તદાન કેન્દ્ર,વલસાડ સિવિલ હોસ્પિટલ,બીલીમોરા,ચીખલી લાયન્સ ક્લબ,વલસાડ રોટરી ક્લબ સહીત વિવિધ સંસ્થાઓએ અમૂલ્ય સેવાઓ આપી હતી,વલસાડ રોટરી ક્લબ દ્વારા રક્તદાન ના કરી શકનાર અને હિમોગ્લોબીન ઓછું ધરાવનાર લોકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા રોલા ગામ ના સામાજિક આગેવાન ચિંતનભાઈ પટેલ સહિત યુવા ગ્રુપ રોલા ના કાર્યકર્તાઓ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી. આ તબક્કે જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ,પૂર્વમંત્રી કરસનભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ,સામાજિક આગેવાન દીપેશભાઈ ભાનુશાલી, દિનકરભાઈ પટેલ,ભારત સરકાર ફીસરીઝ વિભાગના ડાયરેક્ટર રાજેશભાઈ ભાનુશાલી,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ,પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ,વલસાડ જિલ્લા,તાલુકા પંચાયત,વલસાડ નગરપાલિકા ના સભ્યો,વલસાડ તાલુકા ભાજપ ના પ્રમુખ તેજસભાઈ પટેલ,વલસાડ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પટેલ,વલસાડ તાલુકા ભાજપ ના મહામંત્રી સ્નેહલભાઈ પટેલ,શ્રી અમ્રતભાઈ ટંડેલ, વલસાડ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ,વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ,ઉપ પ્રમુખ ભાષીનભાઈ દેસાઈ,વલસાડ સરપંચ સંઘ ના પ્રમુખ વિનોદભાઈ પટેલ,દક્ષિણ ગુજરાત આઈ.ટી.વિભાગના પારસભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર હિતેશભાઈ સુરતી,વલસાડ શહેર ભાજપ મંત્રી મિહિરભાઈ પટેલ,સહિત મોટી સંખ્યામાં,સ્થાનિક આગેવાનો,લોકો ઉપસ્થિત રહ્યા હતા…