મહીસાગર જિલ્લાની ૧૧ શાળાઓ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત

મહીસાગર જિલ્લાની ૧૧ શાળાઓ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત.
અમીન કોઠારી : મહીસાગર
સમગ્ર શિક્ષા અંતર્ગત મહીસાગર જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો લુણાવાડા 52 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સક્ષમ શાળા દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા ૧૨ પેરામીટર્સમાં ૪ સ્ટાર અને ૫ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ સર્વેમાં સ્વચ્છ, હરિયાળી ,સલામત અને ટકાઉ શાળા સક્ષમ શાળાની પ્રવૃતિઓને ધ્યાનમાં લેવામાં આવી હતી.આ અંતર્ગત જિલ્લાની ગ્રામ, શહેરી અને નિવાસી શાળાઓમાંથી 05 જિલ્લા કક્ષાની અને 06 તાલુકા કક્ષાની એમ કુલ 11 શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા.હતા
જિલ્લા વિકાસ અધિકારીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારી, ડાયટ પ્રાચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, સી.આર.સી, વિવિધ સંધન અગ્રણીઓ, બી.આર.સી. અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



