તા.૧૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાંથી ૪ તરૂણોને બાળકોને બાળ મજૂરી કરતા મુક્ત કરાયા
બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય સાથે ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાંથી ૪ તરૂણોને બાળ મજૂરી કરતા મુક્ત કરાયાબાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય સાથે દાહોદ જિલ્લામાં નિયુકત થયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સરકારી શ્રમ અધિકારી એમ.એમ.હિરાણી, દાહોદના માર્ગ દર્શન હેઠળ બાળ તથા તરૂણ શ્રમયોગીઓને કામ પરથી મુકત કરાવવા માટે દાહોદ સ્ટેશન રોડ વિસ્તાર અને પરેલ વિસ્તાર ખાતે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન નગરપાલિકા દાહોદ દ્વારા આઉટસોર્સ એજન્સી કુંજલ પ્રોજેક્ટ ઇન્ડીયા પ્રા.લી. મારફત દાહોદ સિટીમાં રસ્તાઓની સફાઈનું કામ કરાવતા દાહોદ સિટીના વિવિધ વિસ્તારમાંથી કુલ-૦૪ (ચાર) તરુણ મળી આવેલ હતા. આ ૪ તરૂણ શ્રમિક જે સંસ્થામાં કામ કરતા હતા તે સંસ્થાના માલિકને બાળ અને તરૂણ શ્રમયોગી અધિનિયમ ૧૯૮૬ અને તે હેઠળના ગુજરાતના નિયમો અંતર્ગતની તપાસ નોંધ પાઠવવામાં આવી છે. જે સમયમર્યાદામાં પુર્તતા ન કર્યેથી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીમાં એમ.એમ.હિરાણી, સરકારી શ્રમ અધિકારી, દાહોદ અને પોલીસ ખાતાના અધિકારીઓ , જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી અને ચિલ્ડ્રન હોમના અધિકારી / કર્મચારીઓ જોડાયા હતા આ વિભાગ દ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, તેમ સરકારી શ્રમ અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે