અક્ષરજ્ઞાન વિદ્યામંદિર તાણા (થરા) મા છઠ્ઠો વાર્ષિકોત્સવ દીપોત્સવ-૨૦૨૫ યોજાયો..
અક્ષરજ્ઞાન વિદ્યામંદિર તાણા (થરા) મા છઠ્ઠો વાર્ષિકોત્સવ દીપોત્સવ-૨૦૨૫ યોજાયો..

અક્ષરજ્ઞાન વિદ્યામંદિર તાણા (થરા) મા છઠ્ઠો વાર્ષિકોત્સવ દીપોત્સવ-૨૦૨૫ યોજાયો..
કાંકરેજ તાલુકાના તાણાની પાવન ભૂમિમાં અક્ષરજ્ઞાન વિદ્યા મંદિરના પ્રમુખ પ્રકાશકુમાર પ્રજાપતિ,આચાર્ય સુરેશસિંહ વાઘેલા વિધાર્થીઓના ઘડતર સાથે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે.આ સંસ્થાનો આજરોજ તા.૨૨/૦૩/૨૦૨૫ ને શનિવાર ના રાત્રે છઠ્ઠો વાર્ષિકોત્સવ દીપોત્સવ-૨૦૨૫ યોજાયો હતો. મુખ્ય મહેમાન નરેન્દ્રભાઈ (સિનિયર સાઈન્ટિસ્ટ) આઈ.પી. આર.ગાંધીનગર,વડા શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી,બળદેવભાઈ ચાવડા, અમૃતભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ વરસડા,પ્રકાશભાઈ પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ,શંકરભાઈ પ્રજાપતિ,પ્રહલાદભાઈ જોષીની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ સહીત સંસ્થાના કર્મયોગીઓએ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી મહેમાનો નું સન્માન બાદ કાર્યક્રમમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ આર્મી થીમ,વીર રસ,મોગલનો ગરબો,માધવ મારા મોહનજી સહીત સંસ્કૃતિ ઉજાગર કરતી અનેક કલા કૃતિઓ રજૂ કરેલ. ધો.-૧૦ અને ૧૨ મા અભ્યાસ કરી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી તાલુકામાં અવ્વલ નંબર પ્રાપ્ત મેળવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા એકેડમિક એક્સેલન્સ એવોર્ડ આપીને શાળા પરિવાર દ્વારા પાયલ ચૌધરી,અસ્મિતા, નિકિતા,બંસરી પટેલ,મિત સુથાર, ઈરિનાને સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે સતત મહેનત કરતા તમામ સ્ટાફ ગણ થતા સંગીત શિક્ષક વિષ્ણુભાઈ,રવિભાઈ અને ડાન્સ શિક્ષક વંદનાબેન જોશી દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ આભાર વિધિ સુરેશસિંહ વાઘેલા એ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530







