GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે એસ.કે. પ્રજાપતિ IAS એ ચાર્જ સંભાળ્યો

મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે એસ.કે. પ્રજાપતિ IAS એ ચાર્જ સંભાળ્યો
જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતનાઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે એસ.કે. પ્રજાપતિ, IAS એ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, મ્યુનિસિપલ કમિશનરશ્રી રવિન્દ્ર ખટાલે અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. એસ. કે. પ્રજાપતિ વર્ષ ૨૦૧૨ ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. તેઓએ ૨ વર્ષ IAS તરીકે સ્વચ્છ ભારત મિશનમાં એમ. ડી. તરીકે ફરજ બજાવી છે, અને છેલ્લા બે વર્ષ કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ. કે. પ્રજાપતિ, IAS સરકારી સેવામાં ૩૦ વર્ષનો વહીવટી અનુભવ ધરાવે છે. તેઓની ૧૭ વર્ષ નાયબ કલેકટરની વિવિધ પોસ્ટ પર SDM, નાયબ કલેક્ટર MDM, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, જિલ્લા પુરવઠા અધિકારી, આર.ટી.ઓ.તરીકે ફરજો બજાવી છે. આ ઉપરાંત તેઓએ ૮ વર્ષ GSRTC અને ઉચ્ચ શિક્ષણ જેવા વિભાગમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી છે. સનદી અધિકારી તરીકે સેવારત એસ.કે. પ્રજાપતિ પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.

Back to top button
error: Content is protected !!