જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે કૌશલ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો.



સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્ક્રુત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોલોબ્રેટીંગ એજન્સી કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટ હાંસોટનાં સાનિધ્યમાં કૌશલ તાલીમ વર્ગો જેવાકે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટીકેર આસીસ્ટન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ૪૦ જેટલી યુવતિઓને સિધ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિણાબેન ચાંપાંનેરીયા, રિસોર્સ પર્સન નયનાબેન પટેલ, હિનાબેન, તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામકશ્રી ઝ્યનુલ આબેદીન સૈયદે તાલીમાર્થી બહેનોને ભારત સરકારની આ યોજના તાલીમનું મહત્વ સિધ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને એનસીઈવીટી પ્રમાણપત્ર અંગે સ્વરોજગારી અને આત્મ નિર્ભરતા માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પુરી પાડી હતી.
અતિથિ વિશેષ પદેથી શ્રીમતિ વિણાબેન ચાંપાનેરીયાએ આવા આત્મનિર્ભર, સ્વરોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો ચલાવવામાં મદદરૂપ થવા આ સંસ્થાન અને તેના સંચાલકો, હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા અન્ય વિશેષ તાલીમ કાર્યક્રમો આ વિસ્તારમાં યોજાય તેવી રજુઆત કરી હતી. અંતે સંસ્થાનાં એકાઉન્ટન્ટ શ્રી જઈમભાઈ કાગઝીએ કાર્યક્રમમાં ઉપસ્થીત હાજરજનોનો આભાર વ્યક્ત કરી સમાપન કર્યું હતું.




