
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મહુડી-ઘોરવાડા-અંતોલી રોડ પર સ્લેબ ડ્રેનનું કામ પૂર્ણ; ચાર ગામોને બારમાસી કનેક્ટિવિટીનો લાભ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મહુડી-ઘોરવાડા-અંતોલી રોડ પર નવું સ્લેબ ડ્રેન-કલ્વર્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. સરકારશ્રી દ્વારા ૨૦૨૩-૨૪માં આ કામગીરી માટે રૂ. ૨૫૦ લાખની ફાળવણી મંજૂર કરવામાં આવી હતી.આ સ્ટ્રક્ચરના નિર્માણથી મહુડી, અંતોલી, ઘોરવાડા તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ચોમાસામાં પણ ટૂંકો અને સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ થશે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુડોલ, ઘાંટા સહિતના ગામોના લોકોને પણ આનો સીધો લાભ મળશે.આ કામગીરીથી વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અને આ વિસ્તારના ગ્રામ્ય વિકાસને વધુ વેગ મળશે.





