GUJARATJUNAGADH

બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર ગુજરાત, રાજ્યમાં બાયોટેકનોલોજી ના વિકાસને સરળ બનાવવા અને વ્યાપ વધારવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત રાજ્ય બાયો ટેકનોલોજી મિશન કાર્યરત

બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર ગુજરાત, રાજ્યમાં બાયોટેકનોલોજી ના વિકાસને સરળ બનાવવા અને વ્યાપ વધારવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત રાજ્ય બાયો ટેકનોલોજી મિશન કાર્યરત

ગુજરાત રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન’ ની રચના કરી છે. જે ગુજરાતમાં બાયોટેકનોલોજી ક્ષેત્ર ના વિકાસ માટેની નોડલ એજન્સી છે. જેમાં બાયોટેકનોલોજી નીતિ અને યોજનાઓનો અમલ કરવો, બાયોટેકનોલોજી ક્ષેત્રે પાર્ક વિકસાવવા, કુશળ માનવબળ તૈયાર કરવા અને બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોઘનને પ્રોત્સાહન આપવા જેવી કામગીરી થાય છે. GSBTM ની પહેલનો ઉદ્દેશ્ય રાજ્યમાં એક આગવી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બાયોટેક ઇકોસિસ્ટમ બનાવવાનો છે.બાયોટેકનોલોજી વિશ્વભરમાં અર્થતંત્રો અને જીવનશૈલીને બદલી રહી છે. બાયોટેકનોલોજી થકી હેલ્થકેર, કૃષિ, બાયો-એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક જેવા ક્ષેત્રે ઇનોવેશનથી ૨૧મી સદીના મહત્વપૂર્ણ પડકારો અને સમસ્યાઓનું સમાધાન થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે, બાયો-અર્થતંત્રનું મૂલ્ય અબજો ડોલરમાં છે, અને ભારત તેમાં એક નોંધપાત્ર ઉત્પાદક તરીકે ઉભરી રહ્યું છે.ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે અને બાયોટેકનોલોજી ક્ષેત્ર પણ તેમા અપવાદ નથી. બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અનેક લાઇફ સાયન્સ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેટર્સની હાજરી અને સૌના સંયુક્ત પ્રયત્નોથી ગુજરાતે બાયોટેકનોલોજી માટે એક સક્રિય અને વાઈબ્રન્ટ ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવ્યું છે.રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ માટેની લેવાયેલ અગત્યના પગલાઓ લેવામાં આવ્યા છે. જેમ ગુજરાત બાયોટેકનોલોજી પોલીસી ૨૦૨૨–૨૭, રિસર્ચ સપોર્ટ સ્કીમ અંતર્ગત રાજ્યમાં એકેડમિશિયન્સની સંશોધન ક્ષમતાઓને મજબૂત કરવાનો તથા યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. જેના થકી રાજ્યને સંબંધિત સમસ્યાઓ અને તેના બાયોટેક્નોલોજી આધારિત ઉકેલો પર સંશોધન હાથ ધરવામાં આવે છે.આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના સંશોધકોને પ્રાકૃતિક ખેતી, બાયોરીમેડિયેશન, હેલ્થકેર અને બાયોએનર્જી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સંશોધન સહાય આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગત પાંચ વર્ષમાં ૩૫૦ થી વધુ રિસર્ચ પબ્લિકેશન પ્રકાશિત થયા છે.રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે રાજ્યના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીને તાલીમ, ઇન્ટર્નશીપ તેમજ વર્કશૉપ અને સેમીનાર માટે જી.એસ.બી.ટી.એમ. દ્વારા વિવિધ સંસ્થાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં બાયોટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જી.એસ.બી.ટી.એમ. ની માનવ સંસાધન વિકાસ શાખા દ્વારા તાલીમ, ઇન્ટર્નશીપ, વર્કશૉપ અને સેમિનાર જેવી આશરે ૧૫ વિવિધ પ્રવૃત્તિઓને સહાય પૂરી પાડવામાં આવી હતી.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્ય અને સિદ્ધ કરવામાં બાયોટેકનોલોજી નું ક્ષેત્ર મહત્વનું સાબિત થશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!