MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના પેઢામલી ગામે ધારાસભ્ય ને હસ્તે સમાજની વાડી નુ ખાત મહૂર્ત કરાયું

વિજાપુર તાલુકાના પેઢામલી ગામે ધારાસભ્ય ને હસ્તે સમાજની વાડી નુ ખાત મહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પેઢામલી ગામે ધારાસભ્ય સી.જે.ચાવડા ના હસ્તે રાવળ યોગી સમાજની વાડી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય એ રાવળ યોગી સમાજના ઉત્થાન માટે શિક્ષણ,‌આવાસ, અને વિકાસના કામો માટે આગળ વધાવવા પર ભાર મૂક્યો. અને સમાજના વિકાસ માટે સમાજના અગ્રણી ઓ એ સામાજિક કામગીરી માટે તત્પર રહેવા જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આજે રાવળ યોગી સમાજ હરણ ફાડ ભરી રહ્યો છે. તે ખૂબ જ જરૂરી બાબત છે. આ પ્રસંગે ધારાસભ્ય ડો .સીજે ચાવડા સમાજના આગેવાન ડી.એચ. રાવળ, જયેશભાઇ સુંદરપુર, કોટ પરસોત્તમદાસ, જંત્રાલ વિક્રમભાઈ, અમૃતભાઈ અબાસણા, ભગાભાઇ ફુદેડા, મુકેશભાઈ કાનાણી પાટણ, ઘનશ્યામભાઈ મોદીપુર, એમ.આર.એસ. ચંદુભાઈ, શૈલેષભાઈ બ્રાહ્મણવાડા, પૂર્વ પ્રમુખ લીલાભાઇ પેઢામલી તથા પેઢામલી રાવળ યોગી મિત્ર મંડળ ના પ્રમુખ વિપુલભાઈ, પ્રવિણભાઈ મિડિયા કન્વિનર, રાજુભાઇ, લાલાભાઈ, મંત્રી અશોકભાઈ રાવળ, પૂર્વ તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય બળદેવભાઈ પટેલ, માઢી મનિષભાઇ પટેલ, એ.વી. પટેલ સહીત રાવળ યોગી સમાજના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!