જામનગર::GPCB કચેરીમાં આગથી ધુમાડાનું પ્રદૂષણ

જામનગર::GPCB કચેરીમાં આગથી ધુમાડાનું પ્રદૂષણ


હાલારમાં માર્ચના બદલે આ વખતે જુન જુલાઇમાં કેમ આગના બનાવ વધ્યા??
R.O. ઇજનેરો અને કર્મચારીઓ સાથે જાતે પોલીસ સ્ટેશન દોડીગયા
PGVCL જાહેર હિતમા સ્પાર્ક તણખા કરંટ લોડ વગેરે બાબતે જાગૃત થાય તેની તાતી જરૂર અથવા સ્ટેટની ઇલે.ઇન્સ્પેક્ટર કચેરીએ દોડતા રહેવુ પડશે કેમકે અગાઉ લોડ વધારાના કેસ થાતા દંડ પણ થાતા….હમણાં તે દિશાની એકાગ્રતા ઘટી છે કે શું??
“અહી સ્પાર્ક થાય છે તો આગ લાગશે અહી ચોક્કસ ફાઇલોના પોટલા વધુ રાખો અને ચોક્કસ રેકર્ડ બળી જાય તો અમુકની ઉપાદી ટળે……” ” અથવા આ રૂમો બાજુ તણખો મુકી દો ને આગ લાગી જશે….” એવી અમુકને શંકા છે ,જોકે ખરેખર એવુ નથી આ કચેરી એમ તો એલર્ટ છે અહી “કર્મયોગી”ઓ જ મળ્યા છે …અને કોઇ ન જ ઇચ્છે કે પોતાના ઘર ઓફીસ સંસ્થા કારખાના વગેરેમાં આગ લાગે
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરમાં વિકાસગૃહ રોડના છેડે જાડા એ બનવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની રીજીયોનલ કચેરીમાં બુધવારે સવારે (એમ ક્યે છ કે બુધવાર બેવડાય ….તો શું ફરી દુર્ઘટના થશે??….જો કે આ તો માન્યતા છે)અમુક હિસ્સા ખાસ કરીને પહેલા માળે આવેલી કચેરીના પગથીયા ને લગત અોરડાઓ બંને તરફનામાં આગ વધુ લાગી હતી અને આગ વખતે ધુમાડાના ગોટાઓ ખૂબ નીકળ્યા હતા તેમજ બાકી ભાગોમાં આગ ધુંધવાયેલી હતી એક તરફ આગ લાગતા પ્રાયવેટ સીક્યોરીટી મેન ને ટેનચશન થયુ હતુ જો કે જાગૃતિથી ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી ત્યાથી સ્ટેશન ઇન્ચાર્જ અને ટીમ આવી પહોંચી હતી જો કે ઇન્ટરવ્યુ આપવા ચીફ ફાયર ઓફીસર પણ દોડી આવ્યા હતા દરમ્યાન આ આગના કારણે નીકળતા ધુમાડાથી આ વિસ્તારમાં કાળા ધુમ્ર ગોટાનુ પ્રદૂષણ ફેલાયુ હતુ અને જે કંઇ ફાઇલ બુક વોલ્યુમ લેબના મટીરીયલ કોમ્પ્યુટર કે ઇલેક્ટ્રોનીક્સ લેન અને સાધનો ફર્નીચર વગેરે બળ્યા હોય તો અમુક બુક્સ કાગળ ફાઇલોના ખુણાઓ કે સાઇડ પણ જરા તરા બળી હોય તો પણ નુકસાન તો કહેવાય જ ને??
કલેક્ટર કચેરી લાલ બંગલામાં બેસતી ત્યારે જીસ્વાન કંટ્રોલરૂમની આગ સરકારી એવી જીજી હોસ્પીટલની આગ બહુમાળી ભવન ની એક કચેરીની આગ કે જિ.પં.હસ્તકની કચેરીઓમાની એક માં આગ તાજેતરની મોદી સ્કૂલની આગ કે રણજીતસાગર રોડ ઉપરની નાસ્તાની દુકાનની આગ લીમડા લાઇનની વિજ થાંભલાની આગ કોર્પોરેશનના કચરામા અવિરત રહેતી આગ તેમજ અનેક છમકલા ભુલી શકાય તેમ નથી
રાંધણગેસથી વીજલાઇનથી શોર્ટ સરકીટથી બળતણથી રસાયણથી તણખાથી ફટાકડાથી બીડી સીગરેટ થી સ્ટવ ગેસ ચુલાથી વગેરે કારણોથી આગ લાગે છે હાલ વધુ આગ શોર્ટસરકીટથી લાગે છે તેમાં આંતરીક શોર્ટ સરકીટ અને થાંભલા કે લાઇનના કેચટ્રાન્સફોર્મર ફોલ્ટથી લાગતી આગ નો પણ સમાવેશ થાય છે હમણા તો ગ્રાહક મંડળના જાગૃત હોદેદાર કિશોરભાઇ મજીઠીયાએ પડકાર ફેંક્યો જ છે કે વિજવિભાગના સાધનો ની ગુણવતા હલકી છે તેની સામે પીજીવીસીએલ એ એવી સ્પષ્ટતા કરી જ નથી કે અમારા બધા જ સાધનો વિજપોલ વાયર દરેક પ્રકારના જાડા પાતળા વગેરે ફ્યુઝ ટ્રાન્સફોર્મર સ્વીચ મીટર વગેરે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ મુજબ કે isi માર્કના છે કે iso 9001 પ્રમાણીત કામગીરી છે(મુખ્યમંત્રી કાર્યાલય ને હમણા iso ફલાણા ઢિોકણા ગ્રેડ મળ્યો હવે શું કામ મળ્યો??અરજીઓ અનુતર ના ઢગ લોકોના પ્રશ્ર્ન સુવિધાની રજુઆત વગેરે અનેક પેન્ડીંગ પ્રકરણો દરખાસ્તો ભલામણો ત્યા પડી છે-જો કે ઓલુ ૨૪ કલાકમાં ઓટોમેટીક ભુંસાઇ જાય તેવુવત્યા હશે?? કે ૨૪ કલાકે આપોઆપ બધુ ગાયબ થઇ જાય??હેં?? હશે જ હો…. છતા તેમજ ત્યાથી અમુક વહીવટ પર્સનલ છતા…..!! તો બીજા રાજ્યોમાં શું હશે??)
જે હો ય તે મુળ વિષય ઉપર આવીએ તો gpcb ના રીજનલ ઓફીસર જાતે પોલીસ સ્ટેશન ગયા મતલબ મામલો ગંભીર છે નહીતર વિભાના હેડ કે જિલ્લા સ્તરના કે રીજનલ હેડ કોઇને પણ ફરીયાદ દાકળ કરાવવા અધીકૃત કરી શકે છે ને??
એક બીજી વાત હાલારભરમા હાલ જુન જુલાઇમા આગ લાગવાના બનાવ વધુ બની રહ્યા છે નહીતર માર્ચમા ગોડાઉનો કારખાના સ્ટોર્સમા કે નેટ સીસ્ટમ્સમા આગથી જંગી નુકસાનો થાતા હોય છે
@તણખા@
PGVCL જાહેર હિતમા સ્પાર્ક તણખા કરંટ લોડ વગેરે બાબતે જાગૃત થાય તેની તાતી જરૂર અથવા સ્ટેટની ઇલે.ઇન્સ્પેક્ટર કચેરીએ દોડતા રહેવુ પડશે કેમકે અગાઉ લોડ વધારાના કેસ થાતા દંડ પણ થાતા….હમણાં તે દિશાની એકાગ્રતા ઘટી છે કે શું?? લોકો પણ ઇલેક્ટ્રીક ફીટીંગ વાયરોના સાંધા ક્યાંય લોડ કે ક્યાંક પાણી આડતા પ્લગના સ્પાર્ક અંગે જાગૃત રહે તે જરૂરી છે વિજવિભાગે પ્રિમોન્સુન કામગીરી કરી તોય થાંભલે ભડકા ટ્રાન્સફોર્મર ભડજા વાયર તુટવા કરંટ લાગવા વગેરે કાં થાય?? જો કે બધે કેટલેક પોગે ઇ બધા??
GPCB જામનગર કચેરીમા આગ બાદ વહેતી થયેલી વાતો………”અહી સ્પાર્ક થાય છે તો આગ લાગશે અહી ચોક્કસ ફાઇલોના પોટલા વધુ રાખો અને ચોક્કસ રેકર્ડ બળી જાય તો અમુકની ઉપાદી ટળે……” ” અથવા આ રૂમો બાજુ તણખો મુકી દો ને આગ લાગી જશે….” એવી અમુકને શંકા છે ,જોકે ખરેખર એવુ નથી આ કચેરી એમ તો એલર્ટ છે અહી “કર્મયોગી”ઓ જ મળ્યા છે …અને કોઇ ન જ ઇચ્છે કે પોતાના ઘર ઓફીસ સંસ્થા કારખાના વગેરેમાં આગ લાગે માટે આવુ ન જ હોય ઇરાદા પુર્વક કોઇ કચેરીના અમુક લોકો કોઇ ખાનગી એકમોના ધંધાના કે જમીન ધારકોના હિત માટે આગ લગાવી રેકર્ડ નાશ કરાવે તેવુ સ્વપ્નમા પણ ન વિચારાય આવા ખયાલ ન લવાય કેમકે પોલીસ ફરીયાદ થઇ છે પોલીસ તપાસ કરશે એટલે ખબર પડી જશે અને બીજુ આવા સમયમાં આ કચેરીના અધીકારી સ્ટાફ પધફખે અસપણે રહેવાનુ હોય કે કઇ કામકાજ કહો કે “અમુક “રેકર્ડ અમારી પાસે પણ છે જોઇશે તો પુરા પાડશુ …..વગેરે સાંત્વના આપવાની હોય ને??
જ્યા હોય ત્યા પોલીસ…..જિલ્લા પંચાયતનુ કૌભાંડ ફાઇલો ગુમ થઇ હવે કેટલી ફાઇલ ગુમ થઇ તે જિ.પં.સ્યોર નથી ઇ પોલીસ ને તપાસ સોંપી ….અરે ભાઇ તમારા વિભાગમા કુલ ફાઇલો કેટલી બીજે ત્રીજે કેટલી તો અહીથી ગુમની ખબર ન પડે અથવા તે સ્ટોરના રખેવાળને ખબર ન હોય?? આવુ જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કર્યુ કે કેટલુ બળ્યુ તે પોલીસ એફએસએલ તપાસ કરે અરે તમે રજીસ્ટર તમારી ચેમ્બરમા કે કોઇ નિયુક્ત કરી તેમના ડેટામા એ નથી રાખતા કે કેટલી ફાઇલો ક્યા રાખો છો?? આ તો લોકોમાં ચર્ચા છે બાકી આ કચેરીએ જે યોગ્ય લાગ્યુ હશે એ કર્યુ હશે ને??
@__________________
report by
b.g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(gau),journalism (hindi)
gov.accre.Journalist
jmr
8758659878
bhogayatabharat@gmail.com




