વિજાપુર રણાસણ ખાતે મેવાડ પ્રીમિયર લીગ એમ. પી એલ _૩ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયુ ફાઇનલ મા વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ખાતે ઉતર ગુજરાત રાજસ્થાન મેવાડ સમાજ દ્વારા એમ.પી.એલ_૩ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયુ હતુ. જેમાં સમગ્ર ઉતર ગુજરાત મા રહેતા મેવાડ સમાજ ની આઠ ટીમો એ ભાગ લીધો હતો. જેની રવિવારે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં વિજેતા ટીમ ને ટ્રોફી આપવા આવી હતી. સમાજ દ્વારા ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો નુ સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે સ્થાનિક મેવાડ સમાજ ના અગ્રણી એ જણાવ્યું હતંકે સમાજ ના યુવકો મા રમત ગમત ક્ષેત્રે પોતાનો કૌશલ્ય દાખવી શકે તે માટે આ મેચો નુ આયોજન કરવા મા આવ્યું હતુ ઉતર ગુજરાત મા રહેતા રાજસ્થાન મેવાડ સમાજ માં એકતા અને યુવકો અને સમાજના લોકો એકબીજા ના સંપર્ક મા રહે અને ઓળખે સમાજના બાળકો મા યુવાઓ મા સામાજિક શૈક્ષણિક રીતે અને રમત ગમત મા પણ આગળ વધે તેવા ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ મેચ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉતર ગુજરાત મા રહેતા રાજસ્થાની મેવાડ પરીવાર એક સાથે રહી સંપર્ક વધાર્યો હતો.