
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં કારના બોનેટમાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી છે. કાર માલિકે જીવદયાપ્રેમીઓને આ અંગેની જાણ કરતાં તેઓએ સાપને પકડી પાડ્યો હતો.
અંકલેશ્વરમાં કારના બોનેટમાં સાપ ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની અક્ષર બંગ્લોઝ સોસાયટીમાં પાર્ક કરેલ કાર નંબર GJ 16 BG 4504માં સાપ ઘૂસી ગયો હતો. આ અંગેની જાણ કાર માલિકને થતા તેઓએ જીવદયાપ્રેમીઓને જાણ કરી હતી. બે જીવદયાપ્રેમીઓએ તરત જ દોડી આવી બોનેટમાંથી સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તેને પકડી પાડ્યો હતો. જીવદયાપ્રેમીઓ દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મુકેલા બુટમાંથી સાપ નિકળ્યો હોવાની પણ ઘટના બની હતી. ચોમાસામાં દરોમાં પાણી ભરાઇ જવાના લીધે સરીસૃપો માનવ વસતી સુધી આવી ગયાં છે. ચોમાસામાં જયાંને ત્યાં સર્પો જોવા મળતાં હોય છે.




