GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડાની ફ્યુચર લિંક સ્કુલ ખાતે નવા વર્ષ નિમિત્તે ભાજપા મંડળનું સ્નેહ મિલન સમારોહ યોજાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૧૦.૨૦૨૫

નવા વર્ષના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ મિલન સંમેલનનું આયોજન આજે બુધવારના રોજ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપા પ્રમુખ મયંક કુમાર દેસાઈ, કણજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર તથા જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ,જાંબુઘોડા તાલુકા ભાજપા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.આ સંમેલન મા આવેલા તમામ મહેમાનો દ્વવારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે મહેમાનોનું ફુલહાર અને પુષ્પ ગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ મયંક કુમાર દેસાઈએ પોતાના ઉદબોધનમા જાંબુઘોડા તાલુકામાં થયેલા લોકહિત અને વિકાસના કામોની વિગતવાર ચર્ચા કરી હતી.તેમણે વિશેષરૂપે કોરોના કાળ દરમિયાન ભાજપા કાર્યકરો દ્વારા કરાયેલી નિષ્ઠાપૂર્વક અને સેવાકીય કામગીરીને બિરદાવી હતી,અને કાર્યકરોને હંમેશા જનતાની સેવા માટે તત્પર રહેવા આહ્વાન કર્યું હતું.નૂતન વર્ષે સૌ કાર્યકરોએ સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને વિકાસની યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. આ સ્નેહ મિલનથી કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!