કાલોલ કોલેજ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ ને અભાવે સ્થાનિકો પરેશાન. કાયમી ઉકેલ લાવવા માંગ.

તારીખ ૦૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વોર્ડ નં ૧ મા આવેલા કાલોલ કોલેજ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ ને કારણે પાણીની સમસ્યા સર્જાય છે વરસાદી પાણીના નિકાલ ને અભાવે ગંદકી ફેલાઈ રહી છે પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાય તેવી સંભાવના છે સ્થાનિકો તેમજ રાહદારીઓ ને ગંદા પાણીમાં થી પસાર થવું પડે છે. અત્રેના ઓમકારેશ્વર સોસાયટીના સ્થાનિક રહીશ રાજેન્દ્ર ડી પટેલ દ્વારા નગરપાલિકાને રજુઆતો કરી છે ઉપરાંત પ્રાદેશિક કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર ને પણ રજૂઆત કરી છે અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ માહિતી માંગી છે વધુમાં માહિતી આયોગ સમક્ષ પણ પાણીના નિકાલ બાબતે રજૂઆત કરી છે . કોલેજ થી શુભાલય સોસાયટીના રોડ કોઈ પણ પ્રકારના લેવલ કર્યા વગર બનાવ્યા છે તેમજ કોઈ પણ પ્રકારની ગુણવતા પણ જાળવી નથી તેવી રજુઆત કરવામાં આવી છે. આ વિસ્તારમા કોલેજ આવેલી છે અને કોલેજ મા પુરાણ કરવામાં આવતા કોલેજમાં ભરાતું પાણી પણ આ વિસ્તારમાં આવી રહ્યું હોવાનુ જણાવ્યું છે. અગાઉ ગટર બનાવેલ હતી તે કોઈક કારણસર પુરી દેવામાં આવતા પાણીનો નિકાલ થતો નથી ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરી કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.






