BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સમીર પટેલ, ભરૂચ
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરનેપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે. ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મહંમદ પયગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ, અપમાનજનક અને વિદ્વેષભર્યા નિવેદનો આપ્યા છે, જે દેશના બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે. આવી પ્રકૃતિના નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે ત્યારે નરસિંહાનંદની ધૃણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.