બેરણા ખાતે ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાની ઉપસ્થિત્તિમાં માતા,શિશુ અને બાળકોના પોષણ તથા સ્તનપાન અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો

*બેરણા ખાતે ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાની ઉપસ્થિત્તિમાં માતા,શિશુ અને બાળકોના પોષણ તથા સ્તનપાન અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો.*
****
સાબરકાંઠા જિલ્લામાં હિમતનગર તાલુકાના બેરણા ખાતે ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાની ઉપસ્થિત્તિમાં માતા,શિશુ અને બાળકોના પોષણ તથા સ્તનપાન અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો.
ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સગર્ભામાતાઓ, ધાત્રીમાતાઓને આરોગ્ય અને પોષણની વિવિધ સેવાઓ અને યોજનાઓની જાણકારી મેળવી તેનો પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરવો જોઈએ. ભાવિ પેઢીની તંદુરસ્તી માટે આ પ્રકારના કાર્યક્રમો અત્યંત મહત્વના છે. તેઓશ્રીએ કિશોરીઓને તેમના આરોગ્ય માટે અતિ મહત્વની બાબતો અંગે જાગૃત થઇ સ્વસ્થ સમાજના નિર્માણમાં તેમનું યોગદાન આપવા જણાવ્યું. હાલમાં ચાલી રહેલ ચાંદીપુરા, વાહક્જન્ય અને પાણીજન્ય રોગોથી બચવા ગામની અને વ્યકતિગત સ્વચ્છ્તા માટે જાગૃત રહેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ્ના પાયામાં સગર્ભામાતાઓ,ધાત્રીમાતાઓ અને કિશોરીની સ્વસ્થતા છે. આપણે સહું પોષણયુકત આહાર, હેન્ડવોશ, રસીકરણ, જેવી નાની પણ મહત્વની બબાતો પ્રત્યે જાગૃત રહીશું તો સ્વસ્થ સમાજનું ચોક્ક્સ નિર્માણ કરી શકીશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિવિધ કાર્યક્રમોના સફળતમ અમલીકરણ માટે સામાજિક વર્તણુંક પરિવર્તન સંચાર કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ નિયમિત બેઠકો યોજી તેના સારા પરિણામો આપણે મેળવી રહ્યા છીએ.
આ બેઠકમાં સી.એચ.ઓ દ્વારા ધાવણ આપવાની પદ્ધતિ,ધાવણના ફાયદા, માતા અને બાળક્ની તંદુરસ્તી, હેન્ડવોશ તેમજ પીયર એજ્યુકેટરો દ્વારા તમાકુ અને દારુના વ્યસનથી થતા નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની વિશેષ બાબતમાં સ્થાનિક પીઅર એજ્યુકેટરોએ વ્યસનમુકત જીવન અને ચાંદીપુરા અંગે ઉપસ્થિત સર્વેને આરોગ્યલક્ષી જાણકારી પુરી પાડી હતી.
બેઠકમાં ઓપન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા તમામને મંચસ્થ મહાનુભવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકરો દ્વારા વાનગી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, તાલુકા આરોગ્ય અધિકારિશ્રી અને આરોગ્યશખાના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ


