
મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ એ સહયોગ આપ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પ પુજય સંત શિરોમણી શ્રી મુક્તાનંદજી મહારાજ ચાપરડા ના 67માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ બ્રમ્હ સમાજ આગેવાન ગૌરવકુમાર જોષી તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ટીમ તેમજ ખાખી મઢી રામજી મંદિર ના મંહત શ્રી સુખરામદાસજી મહારાજ તથા રાજકીય આગેવાનો પણ જોડાયા હતા તેમાં પુવૅ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જીલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, તાલુકા ભાજપ પુવૅ મહામંત્રી રજનીશભાઇ સોલંકી, મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ સરપંચ પ્રતિનિધિ જે.ડી.ખાંવડુ તેમજ દરબાર ધર્મેન્દ્રકુમાર વાળા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કેમ્પમાં 41 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





