ARAVALLIGUJARATMODASA

“સામાજીક એકતા જાગૃતિ મિશન” ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર મુકામે યોજાઈ હતી.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

“સામાજીક એકતા જાગૃતિ મિશન” ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર મુકામે યોજાઈ હતી.

સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક અને સુપ્રિમ કોર્ટ બાર એસોશિયેશન ના સદસ્ય કેવલસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ કારોબારી સમિતિ ની બેઠક માં સમગ્ર ગુજરાત ના સર્વ સમાજ ના તમામ આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી ઉત્તર ગુજરાત જોનના સહ પ્રભારી જવાદારી એડવોકેટ કિર્તીરાજ પંડયા, તેમજ પદાધિકારીઓએ વર્ષ 2024/25 ની નવી કારોબારી સમિતિ ના સદસ્ય તરીકે નિમણુંક થયા બદલ પોતાની જવાબદારી ને રાષ્ટ્ર હિત માં નિષ્ઠા પુર્વક નિભાવવા બાબતે ના શપથ લીધા હતા. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સહસંયોજક ચિરાગ પરીખ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓને સંગઠન ની કાર્યપ્રણાલી વિશે સમજ આપવામાં આવેલ તેમજ નેતૃત્વ નિર્માણ માટે ની તાલીમ આપવામાં આવેલ.

આગામી સમય માં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા, સર્વ સમાજ ના લોકો માં ભાઈચારો કેળવવા, સાચા અર્થ માં કાયદા નું શાસન સ્થાપિત કરવા, આઉટસોર્સ અને કરાર આધારીત નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરાવવા તેમજ લઘુતમ વેતન ચુકવવા વિગેરે બાબતે પ્રશાસન અને સરકાર સમક્ષ રજુઆત કરવા ઠરાવવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!